રણવીર સિંહ અને આલિયા ભટ્ટના કિસિંગ સીન પર ચાલી કાતર

ફિલ્મમાં રણવીર અને આલિયાના એક કિસિંગ સીન સામે સેન્સર બોર્ડને વાંધો હતો

News18 Gujarati
Updated: February 13, 2019, 12:50 PM IST
રણવીર સિંહ અને આલિયા ભટ્ટના કિસિંગ સીન પર ચાલી કાતર
રણવીર અને આલિયાના કિસિંગ સીનને 13 સેકેન્ડ ટૂંકાવવાનું કહ્યું છે
News18 Gujarati
Updated: February 13, 2019, 12:50 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગલી બોય'ના કેટલાક સીન્સ પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે. ફિલ્મમાં રણવીર અને આલિયાના એક કિસિંગ સીન સામે સેન્સર બોર્ડને વાંધો હતો. જે બાદ કિસિંગ સીન ટૂંકાવવાની સાથે કેટલીક ગાળો અને બીજા કેટલાક શબ્દો પણ એડિટ કરવામાં આવ્યા છે.

સીબીએફસીએ રણવીર અને આલિયાના કિસિંગ સીનને 13 સેકેન્ડ ટૂંકાવવાનું કહ્યું છે. ઉપરાંત આ સીનને ક્લોઝઅપની જગ્યાએ વાઇડ શોટ કરવાનું કહ્યું છે. આ બધા ફેરફાર સાથે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જ્યારે હિંદુસ્તાન ટાઇમ્સે ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, તેમને આ ફેરફારથી કોઇ મુશ્કેલી નથી.

આ પણ વાંચો: Luka Chhupi: ફિલ્મનું નવું સોંગ 'ફોટો' થયું રિલીઝ

આ ફિલ્મના રિવ્યૂઝ પહેલાં જ સોશિયલ મીડિયામાં આવી ચૂક્યાં છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ પણ રાખવામાં આવી હતી. સ્ક્રિનિંગમાં ફિલ્મના વખાણ થયા હતા. સાથે જ 'ગલી બોય'માં રણવીરનું બેસ્ટ પર્ફોર્મન્સ હોવાનું પણ મનાય છે.
First published: February 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...