'ધ લંચબોક્સ'ની કાસ્ટિંગ ડિરેક્ટર સહર અલી લતીફનું નિધન, સેલિબ્રિટીઝે આપી શ્રદ્ધાંજલિ

કાસ્ટિંગ ડિરેક્ટર સહર અલી લતીફનું નિધન

Seher Aly Latif Passes Away: સહર અલી લતીફનાં સહયોગી અને નિર્દેશક નીરજ ઉધવાનીએ તેનાં નિધન (Seher Aly Latif Passes Away)ની માહિતી આપી છે. કાસ્ટિંગ ડિરેક્શનની સાથે જ સહર એક પ્રોડ્કશન કંપની મ્યૂટન્ટ ફિલ્મ્સની સહ સંસ્થાપક પણ હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ધ લંચબોક્સ' અને 'દુર્ગમતી' જેવી ફિલ્મોમાં તેનાં કામથી પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર સહર અલી લતીફ (Seher Aly Latif)નું સોમવારે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે. તે માત્ર 40 વર્ષની હતી. તેનાં સહયોગી અને નિર્દેશક નીરજ ઉધવાનીએ તેનાં નિધન (Seher Aly Latif Passes Away)ની માહિતી આપી છે. કાસ્ટિંગ ડિરેક્શનની સાથે જ સહર એક પ્રોડ્કશન કંપની મ્યૂટન્ટ ફિલ્મ્સની સહ સંસ્થાપક પણ હતી. સહર લતીફ સ્વરા ભાસ્કર અભિનિત નેટફ્લિક્સ સીરીઝ 'ભાગ બેની ભાગ' અને મનીષા કોઇરાલા અભિનિત 'મસ્કા' જેવી મોટી ફિલ્મોનો ભાગ રહેલી છે.

  હુમા કુરેશીએ પાઠવી શ્રદ્ધાંજલિ


  મસ્કાનું નિર્દેશન કરનારા નીરજ ઉધવાનીએ સહર અલી લતીફનાં નિધનની માહિતી આપતાં જણાવ્યું કે, તેને આઠ દિવસ પહેલાં કિડિની ફેઇલ થવાને કારણે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, 'જ્યાં તેનાં ઇન્ફેક્શનને કારણે સહરની કિડિની ફેઇલ થઇ ગઇ હોવાનું સામે આવી ગયુ છે. તે એન્ટીબાયોટિક્સ પર હતી અને ઠીક થઇ રહી હતી. જોકે આજે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો અને બધુ જ ખત્મ થઇ ગયું.;

  સહર લતીફને ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની બાયોપિક 'ધ મેન હૂ ન્યૂ ઇનપિનિટી' જેવી ફિલ્મોમાં કાસ્ટિંગ ડિરેક્ટરનાં રૂપમાં શાનદાર કામ કર્યું હતું. આ ફિલ્મમાં દેવ પેટે લીડ રોલ અદા કર્યો હતો. આ સીવાય ફિલ્મ 'વાયસરાય હાઉસ' અને ભૂમિ પેડનેકર સ્ટાર 'દુર્ગમતિ'માં તેનું કામ બોલે છે. આ ઉપરાંત સહરે ઘણાં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. સહરનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિની ભરમાર લાગી ગઇ છે.
  Published by:Margi Pandya
  First published: