Home /News /entertainment /પ્રોડ્યૂસરે કહ્યું 'કોમ્પ્રોમાઇઝ' કરો, એક્ટ્રેસે આપ્યો ચોકાવનારો જવાબ

પ્રોડ્યૂસરે કહ્યું 'કોમ્પ્રોમાઇઝ' કરો, એક્ટ્રેસે આપ્યો ચોકાવનારો જવાબ

હાલમાં જ એક્ટ્રેસ શ્રુતિ મરાઠે પોતાની સાથે થયેલી કાસ્ટિંગ કાઉચની ભયાવહ ઘટના શેર કરી છે

હાલમાં જ એક્ટ્રેસ શ્રુતિ મરાઠે પોતાની સાથે થયેલી કાસ્ટિંગ કાઉચની ભયાવહ ઘટના શેર કરી છે

  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડ્સ્ટરીમાં કાસ્ટિંગ કાઉચ જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહેતી હોય છે. હાલમાં એક એક્ટ્રેસે કરેલો ખુલાસો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક્ટ્રેસે ઇન્ટરવ્યું દરમિયાન તેની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટના અંગે ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસ શ્રુતિ મરાઠેનું નિવેદન, 'હ્યુમન્સ ઓફ બોમ્બે'નાં ફેસબૂક પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તેણે પ્રોડ્યુસરનું નામ લીધા વગર તેનાં પર મોટો આરોપ લગાવ્યો છે. આ પોસ્ટમાં શ્રુતિએ કહ્યું કે, તેની સાથે કેવી ઘટના બની હતી અને તેણે આ ઘટનાે કેવી રીતે સંભાળી.

  શ્રુતિ મરાઠે કહે છે કે, જ્યારે હું એક ફિલ્મમાં લિડ રોલ માટે ઓડિશન આપી રહી હતી ત્યારે તેને કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું. તેણે કહ્યું કે, 'તેણે પ્રોફેશનલ નોટથી મારો ઇન્ટરવ્યું શરૂ કર્યો પણ ટૂંક સમયમાં જ તે 'કોમ્પ્રોમાઇઝ' અને 'વન નાઇટ'ની વાત કરવા લાગ્યો. મને ખબર હતી કે હું આ બધુ નહીં કરી શકું તેથી મે ના પાડી દીધી. મે તેને પુછ્યુ કે, 'આપ ઇચ્છો છો કે હું તમારી સાથે સુવું. શું તમે કોઇ હિરો સાથે પણ સુવો છો? '

  શ્રુતિએ પ્રોડ્યુસરનું રિએક્શન જણાવતા કહ્યું કે, 'મારા આ સવાલથી પ્રોડ્યુસર સ્તબ્ધ થઇ ગયો હતો. મે આ ઘટના અંગે ઘણાં લોકોને વાત કરી હતી. તે લોકોએ મને કહ્યું કે, મારે પ્રોજેક્ટ છોડી દેવો જોઇએ.'

  આ પણ વાંચો- ગોવિંદાની ભાણીએ જણાવી આપવીતી, ડ્રગ્સ અને ઘરેલૂ હિંસાથી દોઢ વર્ષનાં લગ્નનો અંત
  -મલાઇકા-અર્જુન ગોવામાં ક્રિશ્ચન વિધિથી કરશે લગ્ન?


  તેમણે વધુમાં કહ્યું કે, 'મને તે દિવસે નિડરતાનો અહેસાસ થયો મે આ બધુજ ફક્ત મારા માટે નહોતું કર્યું, મે આ તે તમામ મહિલાઓ માટે કર્યું જે આવી ઘટનામાંથી પસાર થાય છે. મહિલાઓને વસ્તુની જેમ વાપરે ચે અને તરંત જ તેમનાં માટે કોઇ મત બાંધી લે છે. '

  આ પણ વાંચો-મા સોની રાઝદાને પાકિસ્તાન જવાની વાત કરી, આલિયા ભટ્ટને આવ્યો ગુસ્સો

  આ પોસ્ટમાં શ્રુતિએ તેની એક તસવીર અંગે વતા કરતાં કહ્યું કે, તેનો ખોટી રીતે ઉપયોગ થયો અને તેનાં વિરુદ્ધ ભદ્દી વાતો પણ ફેલાવવામાં આવી. 'ઇન્ટરનેટ પરથી મારી તે તસવીર કાઢી નાખવામાં આવી જે બિકીનીમાં હતી. આ મારી સાઉથ ફિલ્મની તસવીર હતી. આ તમામ મારી એક ટીવી શોની લોકપ્રિયતા બાદ થયું. હું વગર વિચાર્યે બિકિની સીન ફિલ્માવવા રાજી થઇ ગઇ. કારણ કે ફિલ્મમાં રોલ મળવો મોટી વાત હતી. આ સીન બાદ મને ઘણી ટ્રોલ કરવામાં આવી. કેમ કોઇ સમજતુ નથી કે આ વાતથી કોઇનાં આત્મ સમ્માનને કેટલું ઠેસ પહોંચે છે.'
  First published:

  Tags: Casting couch, અભિનેત્રી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો