ફિલ્મમાં રોલ અપાવવાનાં નામે યુવતી સાથે થઇ છેડતી, MNS કાર્યકર્તાઓએ માર્યો ઢોર માર

MNS કાર્યકર્તાઓએ માર્યો આરોપીઓને ઢોર માર

આરોપીઓએ તે યુવતીને કારમાં અનુચિત રીતે અડી અને હથિયારનો ડર બતાવીને તેને શરણે થવા કહ્યું. યુવતીએ તે જગ્યાની લોકેશન MNS વર્કરને મોકલી દીધી. ઘટના સ્થળે પહોંચેલાં વર્કરે ત્યાં હાજર આરોપીઓને ઢોર માર મારી પોલીસને હવાલે કરી દીધા.

  • Share this:
    થાણે: હિન્દી ફિલ્મો (Hindi Film)માં કામ અપાવવાનો વાયદો કરી એક યુવતીની સાથે કથિત રીતે તેને ડરાવી ધમકાવી તેની છેડતી કવાનાં આરોપમાં પોલીસે મહારાષ્ટ્રનાં થાણેથી એક મહિલા અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, 24 વર્ષિય પીડિતાએ કસારવાડાવલી થાણેમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જ્યાં ગુરુવારે રાત્રે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- પ્રત્યુષા બેનર્જીનો કેસ લડવામાં કંગાળ થયા માતા-પિતા, કહ્યું- 'અમારુ તો સર્વસ્વ લુંટાઇ ગયું'

    પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આરોપીઓએ યુવતીને કહ્યું હતું કે, એક હિન્દી ફિલ્મમાં એક રોલ માટે તેની પસંદગી થઇ છે. તેણે પીડિતાને ફિલ્મનાં ડિરેક્ટર/પ્રોડ્યુસરને થાણેમાં મળવાં કહ્યું હતું. તેણે જણાવ્યું કે, નિર્માતા/ નિર્દેશક લખનઉથી આવે છે. અને યુવતીને કહ્યું કે, તેને ફિલ્મમાં રોલ મેળવવા માટે તેમની માંગણીઓ પૂર્ણ કરવી પડશે. પીડિતાએ થાણે શહેરમાં જીબી રોડ પર એક ફાર્મ હાઉસમાં ગુરુવારે બોલાવી હતી. ' યુવતીએ આમામલે તેનાં માતા-પિતાને જણાવ્યું અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની ફિલ્મ એકમથી પણ સંપર્ક સાધ્યો હતો.

    આ પણ વાંચો- MALAIKA ARORA: એક જ દિવસમાં 3 અલગ અલગ LOOKSમાં આવી નજર, જુઓ PHOTOS

    પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ગુરુવારે સાંજે આરોપી યુવતીને કારમાં તેની સાથે જે તે જગ્યાએ લઇ ગયો વચ્ચે રસ્તામાં તેણે યુવતીની સાથે અનુચિત વ્યવહાર કર્યો અને હથિયારનો ડર બતાવી તેને શરણે થવા કહ્યું. જ્યારે કાર ફાર્મહાઉસ પર પહોંચી ગઇ તો પીડિતાએ તેનાં એક સંબંધીને ફોન લગાવ્યો અને MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)નાં કારક્યકર્તાઓને તે સ્થાનનું લોકેશન મોકલી દીધુ. '



    પાર્ટીનાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને આરોપી રાહુલ તિવારી (30), કંચન યાદવ (25), રાકેશ યાદવ (35) અને બિરાલાલ યાદવ (30)ને ઝપડી પાડ્યા અને તેમને ઢોર માર માર્યો. આ ઘટનાનો વીડિયો એમએનએસની ચિત્રપટ સેનાનાં પ્રમુખ અમય ખોપકરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

    પાર્ટીનાં કાર્યકર્તાઓ આરોપીની ગુરુવારે રાત્રે કસારવાડાવલી થાણે લઇ ગયા હતાં. જ્યાં તેમનાં વિરુદ્ધ ભારતીયત દંડ સંહિતા અને સશસ્ત્ર અધિનિયમ સંબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આોપીઓની પાસે દેસી પિસ્તોલ મળી આવી છે અને તેનાં ઉપયોગની તપાસ થઇ રહી છે.
    Published by:Margi Pandya
    First published: