મુંબઇ: બોલિવૂડ સિંગર મીકા સિંઘનાં ઘરે ત્રણ લાખ રૂપિયાનાં ઘરેણાની ચોરી થઇ છે. આ મામલે મીકાએ મુંબઇનાં ઓશીવારા પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મીકાનાં ઘરે રવિવારે 29 જુલાઇનાં રોજ બપોરે બે વાગ્યાની આસપાસ ચોરી થઇ છે. તેનાં ઘરેથી આશરે બે લાખ રૂપિયાનાં ઘરેણા અને એક લાખ રોકડાની ચોરી થઇ.
પોલીસ જ્યારે CCTV ફૂટેજ દ્વારા એન્ક્લેવ બિલ્ડિંગમાં આવતા-જતાં તમામની તલાશી લેવાઇ રહે છે તેથી ચોરોની ઓળખ થઇ શકે. તપાસમાં 27 વર્ષિય અંકિત વસન નામનો એક વ્યક્તિ સામે આવ્યો છે. દિલ્હીમાં રહેનારા અંકિત મીકાનાં પ્રોજેક્ટ અને લાઇવ શો ઓર્ગેનાઇઝ કરવામાં મદદ કરી હતી. તે આશરે દસ વર્ષ બાદ મીકાની સાથે કામ કરી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેનાં મેનેજરે અમને કહ્યું કે રવિવારે ચોરીની ઘટના બાદ અંકિતનો કોઇ જ સંપર્ક થઇ રહ્યો નથી.
પોલીસે જણાવ્યું કે, અંકિત મિકાનાં અંધેરીવાળા સ્ટૂડિયોમાં રહેતો હતો. સાથે જ તે મીકાનાં ઘરે પણ સરળતાથી આવતો જતો હતો. અહીં સુધી કે બિલ્ડિંગનો ચોકીદાર પણ અંકિતને ઓળખતો હતો. હવે આ મામલે સેક્શન 381ની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર