CaryyMinati ના YALGAAR એ યૂટ્યૂબમાં લગાવી આગ, 24 કલાકથી ઓછા સમયમાં 21 મિલિયન વ્યૂઝ

carryminati ના આ સોંગને યૂટ્યૂબ પર 4.2 મિલિનય લાઇક્સ મળ્યા છે.

Yalgaar રેપ સોંગ યૂટ્યૂબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ગીતને ગત વીડિયોના વિવાદ બાદ વધુ પ્રસંશા અને લાઇકસ મળી રહ્યા છે. જાણો શું છે વિવાદ

  • Share this:
    મુંબઈ : દેશના સૌથી લોકપ્રિય યૂટ્યૂબર CaryyMinati એટલે કે અજય નાગરની આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચી છે. Youtube vs TikTok ની શરૂઆતથી જ અજય નાગર ચર્ચામાં છે. Youtube vs TikTok ના મામલે અજય નાગરે એક વીડિયો તૈયાર કર્યો હતો અને આ વીડિયોએ યૂટ્યૂબ પર સૌથી ઓછા સમયમાં 31 મિલિયન જેટલા માતબર લાઇક્સ અને વ્યૂઝનો રેકોર્ડ સર્જ્યો હતો. જોકે, એમાં ટિકટોક સ્ટાર્સને અપાયેલી ગાળોનો હવાલો આપતા યૂટ્યૂબે આ વીડિયોને ડિલિટ કરી નાખ્યો હતો. હવે આ તમામ ઘટના બાદ લાલચોળ થયેલા CarryMinatiએ એક વીડિયો તૈયાર કર્યો છે. આ વીડિયોનું નામ આપ્યું યલગાર આપ્યું છે. (Yalgaar) આ રેપ સોંગ દ્વારા કેરી પોતાના હરિફોને હંફાવા નીકળો છે.

    ખાસ વાત એ છે કે 5 જૂને યુટ્યુબ પર રિલીઝ થયેલું આ રેપ સોંગ 24 કલાક થયા નથી ત્યાં જ છવાઈ ગયું છે. આ ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે અને 24 કલાકથી ઓછા સમયમાં આ ગીતમાં 21 મિલિયનથી વધુ વ્યૂસ મેળવ્યા છે અને 4.2 મિલિયનથી વધુ લાઈક્સને પણ આ રેપ સોંગને મળી ચૂક્યાં છે. તેના ચાહકો કેરી મીનાટીના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ટિપ્પણીઓ દ્વારા પણ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    અજય નાગરે ગયા મહિને યુ ટ્યુબ વર્સસ ટિકિટકોક વિશે એક વિડિઓ પોસ્ટ કર્યો હતો, જેનું નામ તેણે 'યુટ્યુબ વિ. ટિકટોક ધ એન્ડ' રાખ્યું હતું. આ વીડિયોમાં, કેરીમિનાટીએ આમિર સિદ્દીકી નામના ટિકાટોકરને રોસ્ટ કર્યો હતો. જેના પછી યૂટ્યૂબ વર્સિસ ટિકિટોક વિવાદએ વધુ વેગ પકડ્યો અને યૂટ્યૂબે માર્ગદર્શિકાઓની વિરુદ્ધ, પ્લેટફોર્મ પરથી કેરી મિનાટીનો વીડિયો દૂર કર્યો.



    આ વીડિયો દૂર થવાની સાથે જ ઇન્ટરનેટ પર #JusticeForCarry થવા લાગ્યું હતું. ત્યારબાદ મુકેશ ખન્ના, અનુપમ ખેર સહિતના બૉલિવૂડના સિતારાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સમર્થન આપ્યું હતું.
    Published by:Jay Mishra
    First published: