Home /News /entertainment /કાર્ડિયોલોજિસ્ટે આપી મંજૂરી… સુષ્મિતા સેને હાર્ટ એટેક પછી વર્કઆઉટ શરૂ કર્યું, લોકોએ તેને પ્રોત્સાહન આપ્યું

કાર્ડિયોલોજિસ્ટે આપી મંજૂરી… સુષ્મિતા સેને હાર્ટ એટેક પછી વર્કઆઉટ શરૂ કર્યું, લોકોએ તેને પ્રોત્સાહન આપ્યું

સુષ્મિતા સેને સ્ટ્રેચીંગ કરતી તસવીર શેર કરી

સુષ્મિતા સેને હાલમાં જ તેના વર્કઆઉટ સેશનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં સુષ્મિતા સ્પોર્ટસ આઉટફિટમાં યોગ કરતી જોવા મળી રહી છે. લોકો તેને મોટીવેટ કરી પ્રેમ વરસાવી રહ્યાં છે.

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલના દિવસોમાં ચર્ચામાં છે. હકીકતમાં, તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને માહિતી આપી હતી કે, એક અઠવાડિયા પહેલા તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

જોકે, અભિનેત્રી હવે એકદમ સ્વસ્થ છે. હવે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર વધુ એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. સુષ્મિતાની આ તસવીર પર લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે તેમને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.

સુષ્મિતાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટ્રેચિંગ કરતી વખતે એક ફોટો શેર કર્યો છે. તેની તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે, હવે તે પહેલા કરતા ઘણી સારી છે. હાર્ટ એટેક બાદ અભિનેત્રીએ ફરી એકવાર પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'વ્હીલ ઓફ લાઈફ. મારા કાર્ડિયોલોજિસ્ટે પરવાનગી આપી છે. સ્ટ્રેચીંગ શરૂ કરી દીધુ છે. મજાની ફિલીંગ છે.

આ પણ વાંચો  : સતીશ કૌશિક ખિસ્સામાં 800 રૂપિયા લઈને મુંબઈ પહોંચ્યા હતા, ડેબ્યૂ ફિલ્મ જ રહી ડિઝાસ્ટર, માંગી માફી

સુષ્મિતાની પોસ્ટ અહીં જુઓ




ફોટો પર ચાહકોની પ્રતિક્રિયા

સુષ્મિતા સેનની આ પોસ્ટ પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ વ્યક્તિ પોતાનો અનુભવ અભિનેત્રી સાથે શેર કરી રહ્યું છે. તો કોઈ તેમને પ્રોત્સાહિત કરી રહ્યું છે. એક યુઝરે કોમેન્ટ કરીને તેને સુપર વુમન ગણાવી છે. અભિનેત્રીની પોસ્ટની સાથે લખેલું કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. દરેક વ્યક્તિ તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે.

સુષ્મિતાએ સ્ટ્રેચિંગ કરીને લોકોનું ધ્યાન ખેચ્યું

ફોટામાં સુષ્મિતા ચુસ્ત કપડામાં યોગ કરતી જોવા મળી રહી છે. તે યોગા મેટ પર વર્કઆઉટ કરી રહી છે. આ સાથે તે પોતાના પરફેક્ટ ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સુષ્મિતાને હાર્ટ એટેકના સમાચારથી બધાને મોટો આંચકો આપ્યો હતો. પિતા સાથેની એક તસવીર શેર કરતા તેણે લખ્યું કે, 'હંમેશા તમારા દિલનું ધ્યાન રાખો. થોડા દિવસો પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને સ્ટંટ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.
First published:

Tags: Exercise, Heart attack, Sushmita Sen

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો