Home /News /entertainment /

Cannes 2022: એરપોર્ટ પર એશનું વધેલું પેટ જોઇ ફરી સો.મીડિયા પર ચર્ચા, શું ફરી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા

Cannes 2022: એરપોર્ટ પર એશનું વધેલું પેટ જોઇ ફરી સો.મીડિયા પર ચર્ચા, શું ફરી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચન બીજી વખત છે ગર્ભવતી

Aaradhya Bachchan aslo trolled: આરાધ્યાની વર્ષોથી એક જેવી જ હેર સ્ટાઇલથી ખુશ નથી. નેટીઝન્સે કમેન્ટ કરી કે, “આરાધ્યાના હેડબેન્ડ, ફ્રીન્જ અને હેર કટ હંમેશા એક જેવા જ હોય છે. તે ગમે તેટલી મોટી થશે પણ તે હંમેશા આવી જ લાગશે.”

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં હાજરી આપ્યા પછી, ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan), અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને આરાધ્યા (Aaradhya Bachchan) મુંબઈ પાછા ફર્યા છે. બચ્ચન પરિવાર ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને ઐશ્વર્યા અને આરાધ્યા પાપારાઝી સામે સ્માઇલ અને પોઝ આપ્યા હતા. આ વર્ષે કાન્સ ખાતે ઐશ્વર્યાએ કેટલાક વિચિત્ર પોશાક પહેર્યા હતા જોકે ફેન્સ તેના દેખાવથી પ્રભાવિત નહોતા થયા. અભિનેત્રીના ચાહકોને પણ અપેક્ષા હતી કે દર વર્ષની જેમ ઐશ્વર્યા શોમાં સૌનું ધ્યાન ખેંચી લેશે. પરંતુ કાન્સ 2022માં એવું ન થયું.

    એશ્વર્યા પ્રગ્નેટ હોવાનો નેટિજન્સનો દાવો

    આ વર્ષે જ્યારે તે કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલતા હતી, ત્યારે ઘણાને લાગ્યું કે અભિનેત્રી ગર્ભવતી (Aishwarya Rai Bachchan Pregnant) છે. હવે એરપોર્ટ પર તેણીના તાજેતરના લૂકથી પણ ફેન્સને અચંબામાં મુકાઇ ગયા છે અને વિચારી રહ્યા છે કે શું તેણી તેના બીજા બાળકની માતા બનવાની છે. એક નેટીઝને કમેન્ટ કરી હતી કે, "મને લાગે છે કે તે ગર્ભવતી છે."

    આઉફિટ્સને લઇને ટ્રોલ થયું બચ્ચન કપલ

    બીજી તરફ ઘણા યુઝર્સે ઐશ્વર્યા અને અભિષેકના લૂક અને ક્લોથિંગને લઇને પણ ટ્રોલ કર્યા હતા. એરપોર્ટ પરના કપલના લૂક અને સ્ટાઇલને જોઇને અમુક નેટિઝન્સે કમેન્ટ કરી છે કે, “શું આજકાલ ભારતમાં ખૂબ ઠંડી પડી રહી છે? બચ્ચન ફેમિલીના કપડાને જોઇને લાગી રહ્યું છેકે ભારતમાં બરફ વર્ષા થઇ રહી છે.”




    આરાધ્યા પણ આવી ટ્રોલર્સના નિશાને

    માત્ર ઐશ્વર્યા-અભિષેક જ નહીં, પરંતુ નેટિઝન્સે આરાધ્યાને પણ ટ્રોલ કરી હતી. અમુક યુઝર્સ આરાધ્યાની વર્ષોથી એક જેવી જ હેર સ્ટાઇલથી ખુશ નથી. નેટીઝન્સે કમેન્ટ કરી કે, “આરાધ્યાના હેડબેન્ડ, ફ્રીન્જ અને હેર કટ હંમેશા એક જેવા જ હોય છે. તે ગમે તેટલી મોટી થશે પણ તે હંમેશા આવી જ લાગશે.”
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaradhya Bachhan, Aishwarya Rai Bachchan, અભિષેક બચ્ચન

    આગામી સમાચાર