ફેબ્રુઆરીથી ટીવી પર ચલાવો તમારૂ મનપસંદનું પેકેજ, કઈ ચેનલનો કેટલો ભાવ?

News18 Gujarati
Updated: January 6, 2019, 6:14 PM IST
ફેબ્રુઆરીથી ટીવી પર ચલાવો તમારૂ મનપસંદનું પેકેજ, કઈ ચેનલનો કેટલો ભાવ?
ટ્રાઈએ 42 બ્રોડકાસ્ટર્સની કુલ 332 ચેનલોનો ટેરિફ પ્લાન કર્યો તૈયાર

TRAIએ ચેનલોની કિંમત 1થી 19 રૂપિયા વચ્ચે નિર્ધારીત કરવામાં આવી છે.

  • Share this:
ડિશ અને કેબલ ટીવી જોતા લોકોને હાલમાં એ ચેનલોના પણ પૈસા ચુકવવા પડે છે, જે તે લોકો ક્યારે જોતા પણ નથી. ગ્રાહકોની આ પરેશાનીને જોતા ટ્રાઈએ ડિશ અને કેબલ ઓપરેટર્સ માટે ટેરિફ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. મલ્ટી સર્વિસ ઓપરેટર્સ (MSOs) અને લોકલ કેબલ ઓપરેટર્સ (LCOs)ને આ સિસ્ટમ 29 ડિસેમ્બર સુધી લાગૂ કરવાની હતી, પરંતુ આ તારીખ વધારી હવે 31 જાન્યુઆરી કરવામાં આવી છે. નવા ટેરિફ અનુસાર, હવે કોઈ પણ ચેનલ માટે દર્શકોએ વધારેમાં વધારે 19 રૂપિયા ચુકવવાના રહેશે, જ્યારે હાલમાં વધારેમાં વધારે 60 રૂપિયા પ્રતિ મહિના છે. ટ્રાઈએ પોતાની વેબસાઈટ પર પણ પેડ ચેનલોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેને જોઈ તમે તમારી મનપસંદ ચેનલનું પેક તૈયાર કરી શકો છો.

ટ્રાઈએ પોતાની વેબસાઈટ પર 42 બ્રોડકાસ્ટર્સની કુલ 332 ચેનલોનું ટેરિફ પ્લાન બનાવ્યું છે. આ લિસ્ટમાં એક રૂપિયાથી લઈ 19 રૂપિયા સુધીના ચેનલોના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં Zee એન્ટરટેનમેન્ટની કુલ 41 ચેનલ રાખવામાં આવી છે. zeeની 19 ચેનલ માટે ઉપભોક્તાએ 19 રૂપિયા આપવા પડશે, જ્યારે પે ચેનલની એવરેજ પ્રાઈઝ 12.32 રૂપિયા રાખવામાં આવી છે. આજ રીતે સોનીની 25 ચેનલ છે. આની માટે 12 રૂપિયા પ્રતિ મહિના ચુકવવા પડશે. જો તમામ ચેનલ કોઈ ગ્રાહક જુવે છે તો, 301 રૂપિયા આપવા પડશે. આ સિવાય ચેન્નાઈ બ્રોડકાસ્ટરની સન ચેનલ માટે રૂ. 11 પ્રતિ મહિના આપવા પડશે. સનની 33 પે ચેનલ છે.

ગ્રાહકોએ નેટવર્ક કેપેસિટી ફી તરીકે દર મહિને 130 રૂપિયા આપવા પડશે, જેમાં 100 ચેનલ્સ મળશે. 100 ચેનલોમાં ગ્રાહકની મરજીના 65 ફ્રી ટૂ એયર ચેનલ સામેલ હશે, જેમાં દૂરદર્શનની 23 ચેનલ, ત્રણ મ્યુઝિક ચેનલ, ત્રણ ન્યૂઝ ચેનલ અને ત્રણ મૂવી ચેનલ સામેલ હશે. આ સિવાય જો તે અન્ય ચેનલ જોવા ઈચ્છે છે તો, તેણે અન્ય 25 ચેનલ માટે 20 રૂપિયા વધારાના આપવા પડશે. આ સાથે જો ચેનલ્સ તમે પસંદ કરશો તેની નક્કી કિંમત જોડાઈ જશે. TRAIએ ચેનલોની કિંમત 1થી 19 રૂપિયા વચ્ચે નિર્ધારીત કરવામાં આવી છે.

તમામ કેબલ અને DTH સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ આપવામાં આવ્યો છે કે, તે ગ્રાહકોને વેબસાઈટ દ્વારા ચેનલ પસંદ અને ઓનલાઈન પેમેન્ટ કરવાની ફેસેલીટી આપે. વેબસાઈટ પર ચેનલોનું લીસ્ટ અને કિંમત ઉપલબ્ધ હશે. આ સિવાય ગ્રાહક કોલ સેંટ દ્વારા પમ ચેનલની પસંદગી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, દરેક પ્લેટફોર્મ પર તમામ બ્રોડકાસ્ટર્સ દ્વારા ચેનલોની જાહેર કિંમત સમાન હશે, એટલે કે અલગ-અલગ સર્વિસ પ્રોવાઈડર્સના ગ્રાહક એક ચેનલ જોઈ રહ્યા છે તો, તેની ચુકવણી પણ સમાન હશે.
First published: January 6, 2019, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading