આર્યનની ધરપકડ બાદ શાહરુખ ખાનને ઝટકો, BYJU'Sએ તમામ જાહેરાત અટકાવી

શાહરુખ ખાન (ફાઇલ તસવીર)

Aryan Khan updates: દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ કંપની બાયજૂસે (Byju’s) શાહરુખ ખાનની તમામ જાહેરખબર રોકી દીધી છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન વર્ષ 2017થી બાયજૂસનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

 • Share this:
  મુંબઈ: ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં આરોપી રહેલા આર્યન ખાન (Aryan Khan)ના પિતા બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાન (Shah Rukh Khan)ને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ કંપની બાયજૂસે (Byju’s) શાહરુખ ખાનની તમામ જાહેરખબર રોકી દીધી છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન વર્ષ 2017થી બાયજૂસનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એડવાન્સ બુકિંગ છતાં બાયજૂસે શાહરુખની તમામ જાહેરખબર બંધ કરી દીધી છે. કિંગ ખાનની સ્પૉન્સરશિપ ડીલ્સમાં બાયજૂસ સૌથી મોટી બ્રાન્ડ છે. આ ઉપરાંત શાહરુખ પાસે હ્યુન્ડાઇ, રિલાયન્સ જિયો, એલજી, દુબઈ ટુરિઝમ જેવી કંપનીની જાહેરખબર છે. રિપોર્ટ્સ પ્રમાણે બાયજૂસ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે શાહરુખ ખાનના વાર્ષિક 3-4 કરોડની ચૂકવણી કરે છે.

  આર્યનને આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યો

  ક્રૂઝ રેવ પાર્ટી કેસ (Cruise Rave Party)માં કોર્ટ તરફથી જામીન ન મળ્યા બાદ શુક્રવારે આર્યન ખાનને આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યો છે. આર્યન સાથે ધરપકડ કરાયેલા પાંચ અન્ય આરોપીને પણ જેલ મોકલી દેવામાં આવ્યા છે. મુનમુન ધામેચા સહિત બે મહિલા આરોપીને ભાયખલા મહિલા જેલમાં મોકલી આપવામાં આવી છે.

  એડિશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એમ. નેર્લિકરે કહ્યુ કે, આર્યન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટની જામીન અરજી 'સુનાવણી યોગ્ય નથી.' આર્યન તથા અન્ય સાત આરોપીની કસ્ટડી વધારવા અંગે એનસીબીની વિનંતીને રદ કરતા કોર્ટે તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સંયોગ એવો છે કે કોર્ટે એવા સમયે આર્યનની જામીન અરજી રદ કરી હતી જ્યારે ગૌરી ખાનનો 51મો જન્મ દિવસ હતો.

  આ પણ વાંચો: ડ્રગ્સ રાખવા કે સેવન કર્યાનો ગુનો સાબિત થાય તો શું સજા થઇ શકે, જાણો શું કહે છે ભારતીય કાયદો

  આર્યન ખાનની ધરપકડ

  ઉલ્લેખનીય છે કે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇથી ગોવા (Goa) જઇ રહેલાં એક ક્રૂઝ (Cruise) પર શનિવારે સાંજે દરોડો પાડ્યો હતો. જેમાં અમુક યુવતો અને યુવતીઓની ડ્રગ્સ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોમાં શાહરુખનો દીકરો આર્યન ખાન પણ સામેલ હતો. પૂછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકારી લીધુ હતું કે, તે પાર્ટીનો ભાગ હતો. શોખનાં ભાગરૂપે તેણે ડ્રગ્સનું સેવન કર્યાની પણ કબૂલાત કરી હતી. પૂછપરછમાં એક્ટરનાં દીકરાએ જણાવ્યું હતું કે, તેને ક્રૂઝ પર ફક્ત VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેને એ વાતની જાણકારી ન હતી કે, ક્રૂઝ પર કોઇ ડ્રગ્સ પાર્ટી થવાની છે.
  Published by:Vinod Zankhaliya
  First published: