Home /News /entertainment /ઉર્ફીના ડ્રેસથી ઈમ્પ્રેસ થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, હદથી વધારે રિવિલિંગ ડ્રેસમાં ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન
ઉર્ફીના ડ્રેસથી ઈમ્પ્રેસ થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, હદથી વધારે રિવિલિંગ ડ્રેસમાં ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન
ઉર્ફીની કરી નકલ...!
સોશિયલ મીડિયા પર સેન્સેશન ઉર્ફી જાવેદના લુક્સને હવે બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ પણ કોપી કરવા લાગી છે. હાલમાં જ સિંગર અને મોડેલ ખુશાલી કુમારે ઉર્ફી જાવેદનો એક લુક રિક્રિએટ કર્યો હતો.
મુંબઈઃ ફેશન ડીવા ઉર્ફી જાવેદ અવાર-નવાર પોતાના સ્ટાઇલિશ લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે હવે ઉર્ફી જાવેદના લુકથી બોલિવૂડની એક્ટ્રેસ પણ ઈન્સ્પાયર થતી જોવા મળી રહી છે.
ગુલશન કુમારની દીકરી અને ભૂષણ ખુશાલી કુમારે હાલમાં જ ઉર્ફી જાવેદનો એક લુક રિક્રિએટ કર્યો છે. ખુશાલી કુમારનો આ લુક તમને પણ ઉર્ફી જાવેદની યાદ અપાવશે. ખુશાલી કુમારે ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયોમાં ખુશાલી કુમારે એક શિમરી સ્લિટ ડ્રેસ પહેરેલો જોવા મળે છે. તેનો આ ડ્રેસ ખૂબ જ રીવિલિંગ છે. વળી, ખુશાલીએ ઉર્ફીના લુકને કૉપી કરેલો જોવા મળી રહ્યો છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા જ ઉર્ફીએ ઈન્સ્ચાગ્રામ પર આવા જ ડ્રેસમાં પોતાનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ઉર્ફીએ વાઈન કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળી હતી, જેમાં તેણી હદથી વધારે બોલ્ડ દેખાઈ રહી હતી. તેના આ ડ્રેસમાં નેટનો લાંબો કટ હતો જે ઉર્ફીના લુક અને તેની બોલ્ડનેસમાં વધારો કરે છે.
ખુશાલી કુમારના આ લુકને જોઈને લોકોને ફક્ત ઉર્ફીનો લુક જ યાદ આવી રહ્યો છે. વળી, સોશિયલ મીડિયા પર ઉર્ફીના ફેન્સ ખુશાલીને કૉપી કેટ કહી રહ્યા છે. જોકે, એ વાતમાં કોઈ શંકા નથી કે ઉર્ફીની ફેશન સેન્સ દર બીજા દિવસે ફેમસ થતી જાય છે. ઘણાં બી-ટાઉન સ્ટાર્સ પણ તેના વખાણ કરી ચુક્યા છે. જોકે, ઘણીવાર ઉર્ફી પોતાની સ્ટાઈલને લઈને ટ્રોલ પણ થઈ ચુકી છે અને વિવાદોમાં પણ ફસાઈ છે. પરંતુ, આ બધાથી ઉપર તેને આ વાતોની કોઈ અસર થતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર