Bulbbul Trailer Release : અનુષ્કા શર્મા જૂની હવેલીના રહસ્યો સાથે તમને ડરાવવા આવી રહી છે!

News18 Gujarati
Updated: June 19, 2020, 5:27 PM IST
Bulbbul Trailer Release : અનુષ્કા શર્મા જૂની હવેલીના રહસ્યો સાથે તમને ડરાવવા આવી રહી છે!
બુલબુલ ટ્રેલર

બુલબુલ બંગાળી પૃષ્ઠભૂમિ પર બેસ્ડ છે.

  • Share this:
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલ ભલે ફિલ્મોમાં ન નજરે પડી રહી હોય પણ પ્રોડ્યૂસર તરીકે તે ખૂબ જ એક્ટિવ છે. અને લોકોને તેમનું આ કામ પણ ગમી રહ્યું છે. હાલમાં જ એમેઝોન પ્રાઇમ વીડિયો પર અનુષ્કા શર્માએ વેબ સીરીઝ 'Paatal Lok' રિલીઝ કરી જેને ફેન્સ ખૂબ પસંદ કરી. 15 મેથી રીલિઝ થયેલી આ વેબ સીરીઝના દરેક કેરેક્ટરને લોકોએ વખાણ્યું. તેવામાં લોકોએ આ સીરીઝની બીજી સીઝનની રાહ છે. આ વચ્ચે હવે અનુષ્કા તેના દર્શકોને ડરાવવા માટે બુલબુલ (Bulbbul Trailer Release) લઇને આવી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. અને જોઇને ડરમાણું લાગી રહ્યું છે.

અનુષ્કા શર્માની આ ફિલ્મ થ્રિલર અને હોરર પેક્ડ છે. આ ટ્રેલરને શેર કરતા અનુષ્કા શર્મા (Anushka Sharma) કેપ્શનમાં લખ્યું છે કે શું થાય જ્યારે તમારા નાનપણની ડરામણી કહાની સાચી થઇ જાય. તમને જણાવી દઇએ કે બુલબુલ બંગાળી પૃષ્ઠભૂમિ પર બેસ્ડ છે. અને બુલબુલનું પાત્ર તૃપ્તિ ડિમરીએ નિભાવ્યું છે. આ વાર્તા પ્રમાણે બુલબુલના બાળ વિવાહ થાય છે. બુલબુલના વિવાહ પોતાની ઉંમરથી મોટા વ્યક્તિ મહેન્દ્ર (Rahul Bose)થી થાય છે. પણ તે મનમાં સત્યાને પસંદ કરે છે. જે મહેન્દ્રનો નાનો ભાઇ છે.



સત્યા બુલબુલને ડરામણી કહાની સંભળાવે છે. જેમાં તે એક ચુડેલની વાત કરે છે. ટ્રેલરની શરૂઆતમાં તે પોતાની કહાની સંભળાવે છે. પોતાની મોટી ઉંમરના વ્યક્તિથી લગ્ન કરનાર બુલબુલને સત્યાથી ચાહત હોય છે અને થોડા સમય પછી મહેન્દ્રની મોત થાય છે. જે પર બુલબુલ સત્યાને જણાવે છે કે તેના પતિને ચુડેલ ખાઇ ગઇ. બુલકુલનું ટ્રેલર મિસ્ટ્રી અને સસ્પેન્સથી ભરેલું અને ખૂબ જ ડરામણું છે.
First published: June 19, 2020, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading