Budget 2019-20: મોદી સરકારના બજેટથી પહેલીવાર બોલિવૂડમાં ખુશી

News18 Gujarati
Updated: February 1, 2019, 2:58 PM IST
Budget 2019-20: મોદી સરકારના બજેટથી પહેલીવાર બોલિવૂડમાં ખુશી
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બે મોટી જાહેરાત

આ બજેટ રજૂ કરતાં પિયૂષ ગોયલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી રોજગાર આપનાર મુખ્ય ઉદ્યોગમાંથી એક હોવાનું જણાવ્યું હતું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: નાણામંત્રી પિયૂષ ગોયલે આજે સંસદમાં વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કર્યું. આ બજેટ રજૂ કરતાં પિયૂષ ગોયલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી રોજગાર આપનાર મુખ્ય ઉદ્યોગમાંથી એક હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બે મોટી જાહેરાત પણ કરી હતી. જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે લાભદાયી સાબિત થશે.

વર્ષ 2019-20ના બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે, ભારતમાં શૂટિંગ કરનારા તમામ નિર્દેશકોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવામાં આવશે. બીજી બાજુ, તેમણે ફિલ્મ દ્વારા રોજગાર વધારવાની વાત પર ભાર મૂક્યો હતો. દરમિયાન નાણા મંત્રીએ ફિલ્મ 'ઉરી' નિહાળવાની પણ વાત કરી હતી.

જોકે, આ પહેલાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ માત્ર વિદેશી ફિલ્મ નિર્દેશકોને જ મળતું હતું, પરંતુ હવે ભારતમાં કોઇપણ ભાષામાં ફિલ્મ શૂટ કરનારા નિર્દેશકોને આનો લાભ મળશે. આનાથી બોલિવૂડમાં ખુશી જોવા મળી રહી છે. હવે એક જ વિન્ડો દ્વારા બધું કામ થઇ જશે.

આ પણ વાંચો: એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મની આવી છે કહાની

થોડા સમય અગાઉ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ટિકિટની કિંમત ઘટાડવાની વાત કરી હતી. જે બાદ હવે ટિકિટોની કિંમત ઓછી કરવામાં આવી છે. એન્ટરટેઇનમેન્ટ સેક્ટરને મોટી રાહત આપતાં જીએસટીને 12% કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉપરાંત નાણામંત્રીએ સિનેમેટોગ્રાફી એક્ટના નિયમો કડક બનાવવાની પણ વાત કરી હતી. જેના કારણે પાયરેસીને રોકી શકાશે.
First published: February 1, 2019, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading