નેશનલ એવોર્ડ વિનર બુદ્ધદેવા દાસગુપ્તાનું નિધન, રાષ્ટ્રપતિ અને CM મમતા બેનરજીએ જતાવ્યો શોક

PHOTO: TWITTER: @IAMRAJCHOCO/REOLOVEPEACE

બુદ્ધદેબ દાસગુપ્તાની ઉંમર સંબંધી બીમારીઓને કારણે ગુરુવારે વહેલી સવારે નિધન થઇ ઘયુ છે. પરિવારનાં સભ્યએ જાણકારી આપી છે. દાસગુપ્તા 77 વર્ષનાં હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક બુદ્ધદેબ દાસગુપ્તાનું ઉંમર સંબંધી બીમારીઓને કારણે ગુરુવારે વહેલી સવારે નિધન થઇ ઘયુ છે. પરિવારનાં સભ્યએ જાણકારી આપી છે. દાસગુપ્તા 77 વર્ષનાં હતાં. તેમનાં નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

  આ પણ વાંચો- નુસરત જહાંએ નિખિલ જૈન પર લગાવ્યો ઘરેણા પડાવી લેવાનો આરોપ, બોલી- 'મારા અકાઉન્ટમાંથી કાઢ્યા પૈસા'

  રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરી છે કે, 'બુદ્ધદેવ દાસગુપ્તાનાં નિધનથી દુખી છું. તેમનાં વિવિધતાપૂર્ણ કાર્યએ સમાજનાં તમામ વર્ગોનાં દિલનાં તાર હલાવ્યાં છે. તો એક પ્રસિદ્ધ વિચારક અને કવિ પણ હતાં. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમનાં પરિવારનાં સભ્યો અને તેનાં ચાહકો સાથે છે. '  પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, 'પ્રખ્યાત ફિલ્મકાર બુદ્ધદેવ દાસગુપ્તાનાં નિધનથી દુખી છું. આપનાં કામ દ્વારા આપ સિનેમાની ભાષાને અનોખી બનાવી દીધી. આપનું નિધન ફિલ્મ સમુદાયને મોટુ નુક્સાન છે. આપનાં પરિવાર, સહયોગી અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ'  તેમનાં નિધન પર દુખ જાહેર કરતાં ફિલ્મકાર ગૌતમ ધોષે કહ્યું કે, બુદ્ધ દા ખરાબ તબિયત છતા ફિલ્મો બનાવતા રહ્યાં હતાં. લેખ લખતા હતાં, અને સક્રિય હતાં. તેમનું સ્વાસ્થ્ય સારુ ન હોય તો પણ તેમને 'ટોપે ઔર ઉરોઝાહજ'નું ડિરેક્શન કર્યું. તેમનું જવું અમારા માટે મોટું નુક્સાન છે.

  બુદ્ધદેવ દાસ ગુપ્તાનાં પરિવારમાં તેમની પત્ની અને તેમનાં પહેલાં લગ્નથી બે દીકરીઓ છે. પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક લાંબા સમયથી કિડનીની બીમારીથી પિડાતા હતાં. તેમને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસની જરૂર પડતી હતી.
  Published by:Margi Pandya
  First published: