બ્રિટની સ્પીયર્સનું થયું મિસકેરેજ, બાળક ગુમાવ્યા બાદ ભાવૂક થઇ ગઇ સિંગર
બ્રિટની સ્પીયર્સનું થયું મિસકેરેજ, બાળક ગુમાવ્યા બાદ ભાવૂક થઇ ગઇ સિંગર
બ્રિટની સ્પિયર્સને થયુ મિસકેરેજ
Britney Spears Had Miscarriage: બ્રિટની સ્પીયર્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Post) પર એક પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે, 'બહુ દુખ સાથે કહેવું પડે છે કે મે મારી પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ બાળક ગુમાવ્યું છે. આ કોઈપણ માતાપિતાને અંદરથી તોડી શકે છે. સારા સમાચાર શેર કરવા માટે કદાચ મારે વધુ રાહ જોવી જોઈતી હતી. પરંતુ અમે આ ગુડ ન્યૂઝ આપવા માટે ખુબ જ ઉત્સાહિત હતા. હવે એકબીજા પ્રત્યેનો અમારો પ્રેમ જ અમારી તાકાત છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હોલિવૂડ પોપ સિંગર બ્રિટની (Britney Spears) સ્પીયર્સ ફરી એકવાર ચર્ચામાં છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને, તેણે તેની કસુવાવડ (Miscarriage) વિશે માહિતી આપી છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં બ્રિટની સ્પીયર્સે પોતાની પ્રેગ્નન્સીના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે તેનાં મંગેતર સેમ અસગરીનાં બાળકની માતા બનવા જઈ રહી છે.
બ્રિટની સ્પીયર્સની ભાવૂક Instagram પોસ્ટ
બ્રિટની સ્પીયર્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે, 'બહુ દુખ સાથે કહેવું પડે છે કે મે મારી પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ બાળક ગુમાવ્યું છે. આ કોઈપણ માતાપિતાને તોડી શકે છે. સારા સમાચાર શેર કરવા માટે શાયદ મારે વધુ રાહ જોવી જોઈતી હતી. પરંતુ અમે આ ગુડ ન્યૂઝ આપવા માટે ખુબ જ ઉત્સાહિત હતા. હવે એકબીજા પ્રત્યેનો અમારો પ્રેમ જ અમારી તાકાત છે. અમે અમારા સુંદર પરિવારને આગળ લઇ જવા માટેના પ્રયત્નો ચાલુ રાખીશું. અમે તમારા સમર્થન માટે ખૂબ જ આભારી છીએ. અમે આ મુશ્કેલ સમયમાં ગોપનીયતાની માંગ કરીએ છીએ.
બ્રિટની સ્પીયર્સ અને સેમ અસગરીએ 2021માં કરી હતી સગાઇ
સેમ અસગરીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. સેમ અસગરીએ કહ્યું હતું કે તેણે તેના લગ્નની તારીખની પુષ્ટિ કરી છે. તે જ સમયે બ્રિટની સ્પીયર્સે તેના લગ્નના ડ્રેસની ઝલક બતાવી હતી. જણાવી દઈએ કે આ કપલે ગયા વર્ષે 2021માં સગાઈ કરી હતી. બ્રિટની સ્પીયર્સ અને સેમ અસગરી છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે.
બ્રિટની સ્પીયર્સનાં આ બીજા લગ્ન
તમને જણાવી દઈએ કે સેમ અસગરી પહેલા બ્રિટની સ્પીયર્સ બે વાર લગ્ન કરી ચુકી છે. બ્રિટની સ્પીયર્સે વર્ષ 2004માં જેસન એલન એલેક્ઝાન્ડર સાથે લગ્ન કર્યા અને તે જ વર્ષે તેઓ અલગ થઈ ગયા. આ પછી બ્રિટની સ્પીયર્સે વર્ષ 2004માં કેવિન ફેડરલાઇન સાથે બીજા લગ્ન કર્યા અને વર્ષ 2007માં બંને અલગ થઈ ગયા.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર