Home /News /entertainment /હવે તમે પણ બની શકો છો Iron Man! પણ ખિસ્સા ઢીલા કરવા પડશે

હવે તમે પણ બની શકો છો Iron Man! પણ ખિસ્સા ઢીલા કરવા પડશે

આયર્ન મેનનો સુટ મળે છે ભાડે

આયર્ન મેન સૌનો ફેવરિટ સુપર હીરો છે. હવે તેના જેવો ઊડી શકે એવો સુટ થોડા સમયમાં માર્કેટમાં જોવા મળે તો નવાઈ નહીં.

    શિકાગો: આયર્ન મેન બાળકોનું અને એક આખી જનરેશનનું ફેવરિટ કેરેક્ટર છે. મોટા ભાગનાં લોકોનો ફેવરિટ સુપર હીરો રહી ચૂકેલો આયર્ન મેન હવે તમારા ઘરની આસપાસ ઊડતો જોવા મળે તો નવાઈ ન લગાડતા. કારણ કે સૌના ફેવરિટ આયર્ન મેનનો સુટ હવે પૈસાથી ખરીદી પણ શકાશે.

    તો વાત જાણે એમ છે કે યુનાઈટેડ કિંગડમમાં ગ્રેવીટી નામની એક કંપની છે. તે એક સ્ટાર્ટઅપ છે જેણે તાજેતરમાં આયર્નમેનના સુટનું પ્રદર્શન અને નિરૂપણ કર્યું હતું. આ પ્રદર્શન ગત અઠવાડિયે શિકાગો ખાતે કરવામાં આવ્યું હતું.

    કેવો છે આયર્ન મેનનો સૂટ?

    આ સૂટને વ્યક્તિ પીઠ પર ફેરી શકે છે. જે ગેસ ટર્બાઇન એન્જિનથી ચાલે છે. તેના શોધક રિચાર્ડ બ્રાઉનીંગ પોતે નિરૂપણ દરમિયાન 10 થી 15 ફૂટ ઊંચે હવામાં ઊડ્યાં પણ હતા. તેઓ શિકાગો ખાતે કન્વેન્શન સેન્ટર નજીક ઘાસના મેદાનમાં આ પ્રયોગ કરતા નજરે ચડ્યા હતા.

    રાઈડની કિમત કેટલી?

    અમુક કલાકો માટે કંપનીના સેન્ટર પર ફ્લાઇટ માણવાની કિંમત 3000 ડોલર જેટલી રાખવામા આવી છે.

    " isDesktop="true" id="1259094" >

    મોટા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે રોકાણ

    સ્પેશ્યલ મિલીટરી યુનિટ્સ અને આકસ્મિક પરિસ્થિતીમાં આ સૂટ ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેના કારણે રોકાણકારોને પણ આ શોધ આકર્ષી શકી છે અને અનેક લોકોએ મોટા પ્રમાણમાં તેમાં રોકાણ કર્યું છે. શોધક રિચાર્ડ બ્રાઉનીંગ આને ફિલ્મી સપનું પૂરું થવાની ઘટના ગણાવી રહ્યા છે.

    બે દિવસની ટ્રેનીંગના 4 લાખ રૂપિયા

    ગ્રેવીટી અને જેટપેક એવિએશન જેવી અમુક કંપનીઓ જ આ પ્રકારના સૂટ બનાવે છે એમાં પણ જેટપેક એવિએશનની બે દિવસની ટ્રેનીંગના 4 લાખ રૂપિયા ચાર્જ છે.

    ઉડવા માટે કોઈ પરવાનગીની જરૂર નહીં

    જેટપેક એવિએશન દ્વારા વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે તેઓને કોઈ પરવાનગીની જરૂર નથી કારણ કે તે એવિએશનની કેટેગરીમાં આવતી શોધ નથી અને ફેડરલ એવિએશન એડમીનીસ્ટ્રેશનની અપ્રુવલ પણ મળી ગઈ છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Entertainment

    विज्ञापन
    विज्ञापन