Home /News /entertainment /હંસિકા મોટવાનીએ મ્હેન્દીના ફોટો થયા વાયરલ, આ દિવસે સિંધી રિવાજથી કરશે લગ્ન

હંસિકા મોટવાનીએ મ્હેન્દીના ફોટો થયા વાયરલ, આ દિવસે સિંધી રિવાજથી કરશે લગ્ન

ફોટોઃ @hansika.officiaal

દુલ્હન બનવા જઈ રહેલી હંસિકા મોટવાની લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ગયા છે. ગઈ કાલે રાત્રે તેણીની મહેન્દીની વિધીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેના અમુક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણી 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ હંસિકા મોટવાની (Hansika Motwani)ના લગ્ન પહેલાની વિધીઓ શરુ થઈ ગઈ છે. ગઈ કાલે રાત્રે થનારી દુલ્હને પોતાના હાથ મહેન્દી દોરાવી હતી. મહેન્દીના સમયના હંસિકાના અમુક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં હંસિકા નારંગી અને પીળા રંગનું ટાઈ-ડાઈ શરારા પહેરેલું હતું. તેણીએ થોડા વિખરાયેલા વાળ સાથે ઑક્સોડાઇઝના ઝુમ્મર પહેરેલા હતાં. લગ્નની ખુશી તેણીના ચહેરા પર સાફ જોવા મળી રહી હતી.

    જણાવી દઈએ કે મહેન્દીના ફંક્શનમાં તેણીના પરિવાર અને નજીકના મિત્રોએ જ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે હંસિકા બિઝનેસમેન સોહેલ કથૂરિયા (Sohel Khaturiya)ની સાથે 4 ડિસેમ્બરે લગ્ન બંધનમાં બંધાવવા જઈ રહી છે. કપલના લગ્ન જયપુરમાં મુંડોતા કોર્ટઔર પેલેસમાં ગ્રાન્ડ લેવલે થવાના છે.

    આ પણ વાંચોઃ રિતેશ દેશમુખ અને જેનેલિયાએ બેન્ક પાસેથી લીધેલી 116 કરોડની લોનમાં ગડબડનો આરોપ, સરકારે તપાસનો આપ્યો આદેશ

    સિંધી રીતિ-રિવાજ સાથે થશે હંસિકાના લગ્ન


    રિપોર્ટ્સ અનુસાર હંસિકા મોટવાની અને સોહેલ કથૂરિયાના લગ્ન સિંધી રીતિ-રિવાજ સાથે થશે. બંનેના લગ્નના ફંક્શન મહેન્દી સેરેમનીની સાથે ગુરુવારથી શરુ થયા છે. શુક્રવાર એટલે આજે પણ લગ્ન સાથે જોડાયેલી અમુક વિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. તેના સિવાય દુલ્હા-દુલ્હનને પીઠી લગાવવામાં આવશે. વળી, 3 ડિસેમ્બરે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં દુલ્હા-દુલ્હન ધમાકેદાર પરફોર્મન્સ કરશે. તે સિવાય લગ્નમાં સામેલ થનારા ગદેસ્ટ માટે ખાસ પોલો મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. તે સિવાય પણ લગ્નમાં ઘણી રમૂજી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે.



    મળતી માહિતી મુજબ હંસિકા મોટવાનીના લગ્ન એક ઈન્ટીમેટ વેડિંગ હશે. જેમાં પરિવાર અને અમુક ખાસ દોસ્તો જ સમાવેશ કરવામાં આવશે. જેમકે, હંસિકા સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, તેથી તમિલ, તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ લગ્નમાં સામેલ થઈ શકે છે.



    આ પણ વાંચોઃ 'દંગલ' ગર્લ ફાતિમા સનાનો આ હૉટ અવતાર જોઈ છૂટી જશે પરસેવો! બોલ્ડનેસે ઈન્ટરનેટ પર મચાવી તબાહી

    લગ્નથી પરત ફર્યા બાદ કપલ પોતાના મિત્રો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ સાથે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરશે. રિપોર્ટ્સ અનુસાર કપલ પોતાના લગ્નને ઓટીટી પર સ્ટ્રીમ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે. તેમની 2 ઓટીટી પ્લેટફોર્મ સાથે વાતચીત ચાલી રહી છે.

    હાલ કોઈ ફાઈનલ નિર્ણય લેવામાં નથી આવ્યો.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन