Breaking: ડ્રગ્સ રેકેટના માસ્ટરમાઈન્ડ છે બોલિવૂડના જ સ્ટાર એક્ટર, 3 મોટા નામોને NCB મોકલી શકે છે સમન્સ

News18 Gujarati
Updated: September 30, 2020, 8:58 PM IST
Breaking: ડ્રગ્સ રેકેટના માસ્ટરમાઈન્ડ છે બોલિવૂડના જ સ્ટાર એક્ટર, 3 મોટા નામોને NCB મોકલી શકે છે સમન્સ
પ્રતિકાત્મક તસવીર

માનવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા અનેક પેડલર્સે એનસીબી સામે આ એક્ટરનું નામ લીધું છે.

  • Share this:
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં (Sushant Singh Rajput case) ડ્રગ્સના એન્ગલની તપાસ કરી રહેલી એનસીબી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના (Bollywood industry) અનેક લોકો ઉપર ગાળિયો કસતી દેખાઈ રહી છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ બાદ ત્રણ મોટી અભિનેત્રીઓને સમન્સ મોકલ્યા બાદ હવે આ કેસમાં મોટું નામ સામે આવી રહ્યું છે. બોલિવૂડ સાથે સંકળાયેલા આ મોટા નામની જાણકારી એનસીબી (NCB) સાથે જોડાયેલા સૂત્રોએ આપી છે. માનવામાં આવે છે કે આ આખા ડ્રગ્સ રેકેટ પાછલ બોલિવૂડના એક પ્રસિદ્ધ એક્ટર છે. આ રેકેટનો માસ્ટર માઈન્ડ પણ છે. આ ઉપરાંત આ એક્ટર અંગે અન્ય કેટલીક જાણાકરીઓ પણ સામે આવી છે.

આ મામલામાં એનસીબી સૂત્રોના હવાલાથી એ સામે આવ્યું છે કે એનસીબીના હાથમાં એક જાણકારી લાગી છે. જે પ્રમાણે ડ્ર્ગ્સ રેકેટ પાછળ એક મશહૂર બોલિવૂડ એક્ટરનું ભેજું છે. આ એક્ટર પહેલા સુપરમોડલ પણ રહી ચૂક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા અનેક પેડલર્સે એનસીબી સામે આ એક્ટરનું નામ લીધું છે.

આ મામલામાં તપાસ કરી રહેલી એનસીબીને જાણવા મળ્યું છેકે ડ્રગ્સ રેકેટનો આ માસ્ટરમાઈન્ડ એક્ટરનું અનેક ડ્રગ્સ સપ્લાય કરનાર લોકો સાથે કનેક્શન રાખે છે. ઈન્ડસ્ટ્રીઝના અનેક લોકોને આ ડ્રગ્સ ઉપલબ્ધ કરાવે છે.

આ પણ વાંચોઃ-Video: નિવૃત્તીની ગણતરીની મિનિટો પહેલા સુરતના PI વી.એમ. મકવાણાનો વીડિયો વાયરલ થતા સપડાયા વિવાદમાં

માનવામાં આવી રહ્યું છે કે આ મામલે અત્યારે એનસીબી વધુ જાણકારીઓ એકઠી કરવામાં લાગી છે. આ મામલે અત્યારે કોઈના નામ સામે આવ્યા નથી. તો બીજી તરફ એનસીબીને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથેની પૂછપરછમાં અનેક મહત્વની નવી માહિતી મળી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના પુત્રો જ ગાઈડલાઈનનો ભંગ કરતા કેમેરામાં થયા કેદ, જુઓ videoઆ પણ વાંચોઃ-ગુજરાત પર નવો ખતરો! corona વચ્ચે કોંગો ફિવર ફેલાવાની આશંકા, આ તાવની પણ નથી કોઈ વેક્સીન

આ ઉપરાંત આ કેસમા એક મોટી જાણાકરી સામે આી છે. કે એનસીબી ટૂંક સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ત્રણ મોટા નામોને સમન્સ મોકલી શકે છે. બોલિવૂડમાં ડ્રગ્સના મામલે આ ત્રણ સાથે પૂછપરછ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેના નામ તપાસ દરમિયાન સામે આવ્યા છે. આ ત્રણ એક્ટર ઉપર ગંભીર આરોપ લાગી શકે છે.



ઉલ્લેખનીય છેકે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડન ઈન્ડસ્ટ્રી ઉપર અનેક સવાલો ઊભા થયા છે. સાથે સાથે મુંબઈ પોલીસની તપાસ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં ડ્રગ્સ એન્ગલનો પણ એક નવો વળાંક સામે આવ્યો છે. ત્યારબાદ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.
Published by: ankit patel
First published: September 30, 2020, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading