Home /News /entertainment /

'Bramhastra' ક્યારે સિનેમાઘરમાં આવશે? ફિલ્મમાં કયા-કયા સ્ટાર્સ છે? પાંચ ભાષામાં રિલીઝ થશે - જુઓ બધુ જ

'Bramhastra' ક્યારે સિનેમાઘરમાં આવશે? ફિલ્મમાં કયા-કયા સ્ટાર્સ છે? પાંચ ભાષામાં રિલીઝ થશે - જુઓ બધુ જ

બ્રહ્માસ્ત્ર મોશન પોસ્ટર રિલીઝ

Bramhastra Motion Poster માં માત્ર રણબીર કપૂરનું પાત્ર સામે આવ્યું છે, જેમાં રણબીર 'શિવા'ના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મથી દર્શકોને રણબીર કપૂરના રૂપમાં એક નવો સુપરહીરો મળી શકે છે.

    Bramhastra Motion Poster Release: થોડા સમય પહેલા રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Film Bramhastra) નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે એક સારા સમાચાર છે કે, આ ફિલ્મ આવતા વર્ષે 9 સપ્ટેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે, જેમાં માત્ર રણબીર કપૂરનો અવતાર જ સામે આવ્યો છે.

    આ મોશન પોસ્ટરમાં માત્ર રણબીર કપૂરનું પાત્ર સામે આવ્યું છે, જેમાં રણબીર 'શિવા'ના રોલમાં જોવા મળી રહ્યો છે. આમાં રણબીરની ચારે બાજુ આગ દેખાય છે, અને તેના હાથમાં ત્રિશૂળ પણ છે, જે આગથી લપેટાયેલું છે. આ સાથે રણબીરની પાછળ ભગવાન શિવની વિશાળ પ્રતિમા પણ દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દર્શકોને આ ફિલ્મથી રણબીરની એક્ટિંગનો નવો આયામ જોવા મળશે.



    ફિલ્મનું આ પોસ્ટર જોયા બાદ લાગે છે કે અયાન મુખર્જીની આ ફિલ્મમાં પૌરાણિક કથા અને આધુનિકતાનું મિશ્રણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ઉપરાંત પાંચ ભાષાઓમાં એક સાથે રિલીઝ થશે. આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે.

    રણબીર કપૂરના રૂપમાં નવો સુપરહીરો હોઈ શકે છે

    માનવામાં આવે છે કે, આ ફિલ્મથી દર્શકોને રણબીર કપૂરના રૂપમાં એક નવો સુપરહીરો મળી શકે છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 'બ્રહ્માસ્ત્ર' ડિરેક્ટર અયાન મુખર્જીની ડ્રીમ પ્રોજેક્ટ છે. પોતાની ફિલ્મને સફળ બનાવવા માટે તે દુનિયાભરમાંથી સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aamitabh Bachchan, Alia Bhatt, Bollywood Latest News, Ranbir Kapoor

    આગામી સમાચાર