Home /News /entertainment /

Brahmastra Trailer: ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું ટ્રેલર રિલીઝ, આગના અંગારાથી રમતો જોવા મળ્યો રણબીર કપૂર

Brahmastra Trailer: ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું ટ્રેલર રિલીઝ, આગના અંગારાથી રમતો જોવા મળ્યો રણબીર કપૂર

Brahmastra Trailer: ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું ટ્રેલર રિલીઝ (તસવીર - યુટ્યૂબ વીડિયો ગ્રેબ)

Brahmastra Trailer Out: ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ વિઝુઅલ ઇફેક્ટ્સ પ્રભાવશાળી છે. આ ફિલ્મ એક્શન, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર જોવા મળી રહી છે

    Brahmastra Trailer Out: રણબીર કપૂર (ranbir kapoor)અને આલિયા ભટ્ટની (alia bhatt )મચ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું ટ્રેલર (brahmastra trailer)લોન્ચ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર જોવા મળી રહ્યું છે. જેમાં રણબીર કપૂર શિવાનો રોલ ભજવી રહ્યો છે. જે પહેલા એક સામાન્ય વ્યક્તિ છે પણ એક ખાસ ખાસિયત તેને દુનિયાનો રક્ષક બનાવે છે.

    નિર્દેશક અયાન મુખર્જીએ બુધવારે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મોની રોય અભિનિત પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. ફિલ્મમાં વિઝુઅલ ઇફેક્ટ્સ પ્રભાવશાળી છે. આ ફિલ્મ એક્શન, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે.

    આ પણ વાંચો - રાધિકા આપ્ટે બની હતી બોડી શેમિંગનો શિકાર, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની પણ મળતી સલાહ

    રણબીર કપૂર પાસે છે ખાસ શક્તિ

    ફિલ્મની કહાની શિવા પર બેસ્ડ છે, જેનો રોલ રણબીર કપૂર ભજવી રહ્યો છે. શિવા ઇશાને પ્રેમ કરે છે. ઇશાનો રોલ આલિયા ભટ્ટે નિભાવ્યો છે. શિવા પાસે એક શક્તિ છે. આ શક્તિના કારણે તે આગથી સળગતો નથી. આ અહેસાસ તેને એક નદીના ઘાટ પર થાય છે. તે પછી તેને ખબર પડે છે કે તેનો બ્રહ્માસ્ત્ર સાથે એક રહસ્યમય સંબંધ છે અને તેની અંદર એક મહાન શક્તિ છે. જેને તે અત્યાર સુધી સમજી શક્યો ન હતો. આ શક્તિ અગ્નિની શક્તિ છે.


    આ પછી તે અસ્ત્રોની દુનિયામાં સામેલ થઇ જાય છે અને બદલામાં બ્રહ્માંડના દિવ્ય નામકના રૂપમાં પોતાના ભાગ્યની શોધ કરે છે. અમિતાભ બચ્ચન અને નાગાર્જુન શિવાની રક્ષા અને સપોર્ટ કરતા જોવા મળે છે. મોની રોય વિલનના રૂપમાં છે. તે બ્રહ્માસ્ત્ર મેળવવા માંગે છે. આ પાટે શિવા પાછળ પોતાની સેના મોકલે છે.

    આ પણ વાંચો - Taarak Mehta Ka Ooltah Chashmah માં દયાબેનની એન્ટ્રી, વીરા સુંદર બહેનને લઈ ગોકુલધામ પહોંચ્યો - VIDEO

    અમિતાભ બચ્ચનનો રોલ શિવાને જણાવે છે કે તે અસ્ત્રોની દુનિયામાં કેવી રીતે જોડાયો છે અને પછી શિવા કેવી રીતે અગ્નિ શક્તિ રુપમાં બ્રહ્માસ્ત્ર ગ્રહણ કરે છે. ટ્રેલરને લઇને પ્રશંસકો એક્સાઇટમેન્ટ સાથે રિએક્શન આપી રહ્યા છે. પ્રશંસકો ફિલ્મના વીએફએક્સ ઇફેક્ટની પ્રશંસા કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે વીએફએક્સ શાનદાર છે કોઇપણ ભારતીય ફિલ્મમાં આ પ્રકારના વીએફએક્સને ક્યારેય જોયા નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Alia Bhatt, Brahmastra, Ranbir Kapoor

    આગામી સમાચાર