Home /News /entertainment /Brahmastra Part 1- Shiva: ‘બ્રહ્માસ્ત્ર’ના એન્ડિંગમાં ભાગ-2નું એનાઉન્સમેન્ટ, રણબીર કપૂર અથવા ઋત્વિક રોશનમાંથી એક મુખ્ય ભૂમિકામાં હશે

Brahmastra Part 1- Shiva: ‘બ્રહ્માસ્ત્ર’ના એન્ડિંગમાં ભાગ-2નું એનાઉન્સમેન્ટ, રણબીર કપૂર અથવા ઋત્વિક રોશનમાંથી એક મુખ્ય ભૂમિકામાં હશે

બ્રહ્માસ્ત્ર ભાગ 2માં ઋતિક અને રણબીરમાંથી કોઈ એક જોવા મળી શકે છે - ફાઇલ તસવીર

Announcement of Brahmastra part- 2 - રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર ભાગ 1- શિવા’ને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ના એન્ડિંગમાં ભાગ-2નું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. બીજા ભાગનું ટાઈટલ ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2- દેવ’ છે. રિપોર્ટ અનુસાર, ઋત્વિક રોશન અથવા રણબીર સિંહ દેવની ભૂમિકામાં જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ‘બ્રહ્માસ્ત્ર ભાગ 1- શિવા’ ફિલ્મ બોલિવૂડ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. પહેલા ભાગની વાર્તા રણબીર કપૂરના કિરદાર ‘શિવા’ પર કેન્દ્રિત છે. શિવા એક યુવાન છોકરો છે, જેની પાસે આગને નિયંત્રિત કરવા માટે મહાશક્તિ હોય છે. શિવા પાસે એક ‘શસ્ત્ર’ છે. શિવા પાસે એક દ્રષ્ટિ છે, જેનાથી તેને ખબર પડી જાય છે કે દુનિયા જોખમમાં છે. પછી તે માત્ર બ્રહ્માંડની રક્ષા માટે જ નહીં પરંતુ પોતાની છુપાયેલી શક્તિને શોધવા યાત્રા પર નીકળી જાય છે. ‘બ્રહ્માસ્ત્ર’ના પહેલા ભાગનો અંત બીજા ભાગની સત્તાવાર ધોષણા સાથે ખત્મ થાય છે.

    ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2- દેવ’


    બીજા ભાગનું ટાઈટલ ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2 - દેવ’ છે. રિપોર્ટ અનુસાર, ઋત્વિક રોશન અથવા રણબીર સિંહ દેવની ભૂમિકામાં જોવા મળી શકે છે. ઈન્ડિયા ટૂડેના એક રિપોર્ટ અનુસાર, ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2’માં ભૂમિકા નિભાવવા માટે મેકર્સે રણબીર સિંહ અને ઋત્વિક રોશનનો સંપર્ક કર્યો છે. ‘બ્રહ્માસ્ત્ર ભાગ 1- શિવા’ ત્રણ ફિલ્મોની સિરીઝનો પ્રથમ ભાગ છે.

    આ પણ વાંચોઃ  ફોટોમાં દેખાતી ક્યુટ બાળકી છે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ

    ‘બ્રહ્માસ્ત્ર’થી ‘ર્ધ એસ્ટ્રાવર્સ’ની શરૂઆત


    ફિલ્મ એક નવા સિનેમેટિક બ્રહ્માંડ ‘ર્ધ એસ્ટ્રાવર્સ’ની શરૂઆતનું પ્રતિક છે. જાણકારી અનુસાર, દીપિકા પાદુકોણને ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2’માં ફીમેલ લીડ એક્ટ્રેસ માટે પસંદ કરવામાં આવી શકે છે. બોલીવૂડ લાઈફના જણાવ્યા અનુસાર, દીપિકા રણબીર કપૂરની માતાની ભૂમિકા નિભાવશે, જે ‘ब्रह्मास्त्र भाग 1’ના એક સીનમાં અસ્પષ્ટ રૂપથી દેખાય છે.

    આ પણ વાંચોઃબોલિવૂડ ડેબ્યૂ પહેલા ખુશી કપૂરનો કાતિલ અંદાજ, શેર કરી તસવીરો

    શિવાની માતા બનશે દીપિકા!


    રિપોર્ટ અનુસાર, દીપિકા પાદુકોણનું પાત્ર શિવાની પ્રગતિ અને પરિવર્તનને આકાર આપે છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયા બાદ ચાહકો ફિલ્મમાં દીપિકાના હોવાની ચર્ચા કરી રહ્યા હતા. હવે જો આગામી ભાગમાં એવું થાય છે, તો પ્રેક્ષકો અને દીપિકાના ચાહકો માટે એક મોટી ટ્રીટ હશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bollywood Movie, Brahmastra, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन