Home /News /entertainment /Kangna Ranaut ON ‘Brahmastra’: કંગના રનૌતે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મને ‘ડિઝાસ્ટર’ ગણાવી; અયાન મુખર્જી-કરણ જોહર પર આકરા પ્રહાર કર્યાં

Kangna Ranaut ON ‘Brahmastra’: કંગના રનૌતે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મને ‘ડિઝાસ્ટર’ ગણાવી; અયાન મુખર્જી-કરણ જોહર પર આકરા પ્રહાર કર્યાં

કંગના રનૌતે બ્રહ્માસ્ત્ર મૂવીને લઈને અયાન મુખર્જી અને કરણ જોહર પર આકરા પ્રહાર કર્યા છે - ફાઇલ તસવીર

Kangana Ranaut on Brahmastra movie : કંગના રનૌતે કરણ જોહર અને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ટિપ્પણીઓ કરી છે. કંગનાએ કહ્યું છે કે, ડાયરેક્ટર અયાન મુખર્જીએ ‘600’ કરોડ રૂપિયા સળગાવીને રાખ કરી દીધા છે. કંગના રનૌતે આ પછી કરણ જોહર પર પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે સાઉથ અભિનેતાઓ અને ડિરેક્ટરો પાસે ભીખ માંગવાનો આરોપ લગાવ્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ રણવીર કપૂર અને આલિયા ભટ્ટની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ આ ફિલ્મને નિષ્ફળ ગણાવી રહ્યા છે, તો કોઈ તેને શ્રેષ્ઠ કહી રહ્યા છે. પરંતુ વધારે સમીક્ષકોએ આ ફિલ્મને લઈને નિરાશા દર્શાવી છે. તેમનું કહેવુ છે કે, આ ફિલ્મથી તેમને બહુ જ આશા હતી. પરંતુ તેણે પણ નિરાશ કર્યા છે. આ યાદીમાં હવે કંગના રનૌત પણ સામેલ થઈ ગઈ છે. કંગનાએ કહ્યું છે કે, ડાયરેક્ટર અયાન મુખર્જીએ 600 કરોડ રૂપિયા સળગાવીને રાખ કરી દીધા છે.

    કંગના રનૌતે બ્રહ્માસ્ત્રને નિષ્ફળ ગણાવી


    કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પહેલાં તો કરણ જોહરને ફટકાર લગાવી. કંગનાએ લખ્યું કે, ‘કરણ જોહર જેવા લોકો પાસેથી તેમના વર્તનને લઈને પૂછપરછ કરવી જોઈએ. તેમને પોતાની ફિલ્મી લાઈફ કરતાં બીજાની સેક્સ લાઈફમાં રસ છે. તેઓ પોતે જ પ્રતિસાદ, સ્ટાર્સ અને નકલી ક્લેક્શન નંબર અને ટિકિટો ખરીદે છે. આ વખતે તેઓએ હિન્દુ ધર્મ અને સાઉથની લહેર પર સવારી કરવાનો પ્રયત્ન કર્યો.’

    કરણ જોહર પર ભીખ માંગવાનો આરોપ લગાવ્યો


    કંગના રનૌતે આ પછી કરણ જોહર પર પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે સાઉથના અભિનેતાઓ અને ડિરેક્ટરો પાસે ભીખ માંગવાનો આરોપ લગાવ્યો હતો. સાઉથ સ્ટાર નાગાર્જુન અક્કિનેની પણ આ ફિલ્મનો ભાગ છે. હાલમાં જ જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલીએ હૈદરાબાદમાં આ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું. કંગનાએ આગળ કહ્યું હતુ કે, ‘તેઓ બધું જ કરશે પરંતુ સક્ષમ લેખકો, ડિરેક્ટરો, અભિનેતા અને અન્ય પ્રતિભાઓને કામ નહીં આપે. પહેલા નંબર પર તે લોકોને ભાડે કેમ ન રાખે જે ‘બ્રહ્માસ્ત્ર’ નામની એક નિષ્ફળતાને સુધારવા માટે ભીખ માંગવા ગયા હતા.’

    આ પણ વાંચોઃ કંગનાનો દાવો- લાલ સિંહ ચઢ્ઢાને બાયકોટ કરવામાં આમિરનો હાથ

    અયાને 600 કરોડ બાળીને રાખ કરી દીધા- કંગના


    કંગના રનૌતે કરણ જોહર સિવાય ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જીને પણ નથી છોડ્યાં. તેણે લખ્યું કે, ‘અયાન મુખર્જીને જીનિયસ કહેનારા દરેકને જેલ થવી જોઈએ. આ ફિલ્મને બનાવવામાં તેમને 12 વર્ષ લાગ્યા છે. તેમણે આ ફિલ્મ માટે 400થી વધારે દિવસો શૂટિંગ કરી અને 14 ડીઓપી પણ બદલી દીધાં, 85 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ બદલ્યા અને 600 કરોડ બાળીને રાખ કરી દીધાં. આ સાથે જ ‘બાહુબલી’ની સફળતા જોતાં ફિલ્મનું નામ ‘જલાલુદ્દીન રૂમી’થી બદલીને ‘શિવા’ રાખીને ધાર્મિક ભાવનાઓનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો. આવા તકવાદીઓ, આવી સર્જનાત્મકતાથી વંચિત લોકો, સફળતાના લાલચું લોકોને ભૂખ્યા રાખ્યાં. જો જીનિયસ કહેવામાં આવે તો આ ગરબડ નહીં, પરંતુ દિવસને રાત અને રાતને દિવસ કહેવાની જાણીજોઈને કરેલી રણનીતિ છે.

    આ પણ વાંચોઃ કંગના રનૌત ખરા અર્થમાં બોલીવૂડ ક્વિન; જાણી-અજાણી વાતો

     ‘ઈમરજન્સી’માં જોવા મળશે કંગના રનૌત


    જાણકારી અનુસાર, કંગના રનૌત ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે. કંગના રનૌત પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કરી રહી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bollywood Movie, Kangana ranaut, Karan johar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन