Home /News /entertainment /Brahmastra Box Office Collection Day 4: 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે, ફિલ્મે પહેલા સોમવારે 14 કરોડનું કલેક્શન કર્યું

Brahmastra Box Office Collection Day 4: 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે, ફિલ્મે પહેલા સોમવારે 14 કરોડનું કલેક્શન કર્યું

'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી કમાણીમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે ત્રીજા દિવસે 45 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં ફર્સ્ટ વીકેન્ડમાં 125 કરોડની કમાણી કરી છે. છેલ્લા છ વર્ષમાં વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બની છે. આ સાથે જ ફિલ્મે વર્લ્ડવાઇડ 225 કરોડનો બિઝનેસ કર્યો છે. રિપોર્ટ્સના અનુસાર, ફિલ્મના ચોથા દિવસે પણ જબરદસ્ત એડવાન્સ બુકિંગ થયું છે. આવી સ્થિતિમાં ચોથા દિવસે પણ બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી એવી કમાણી કરશે.

વધુ જુઓ ...

    બોક્સ ઓફિસ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મના હિન્દી વર્ઝનની 14 કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ અને ક્ષેત્રીય ભાષાઓમાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ અંદાજો છે હિન્દી વર્ઝનનો ઘટાડો લગભગ 55% હશે કેમ કે વિવિધ જગ્યાએ 50-60 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચોઃ- 'બ્રહ્માસ્ત્ર'નો ઝલવો યથાવત; રણબીર-આલિયાની ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ, 160 કરોડની કરી કમાણી કરી

    તે સાથે જ હિન્દી વર્ઝન લગભગ 118 કરોડની કમાણી કરશે અને ટિકિટ વિન્ડો પર તેનું વેચાણ લગભગ 150 કરોડ જેટલું થશે. ફિલ્મનો બીજો શુક્રવાર બોક્સ ઓફિસ નંબરોના મામલે મહત્ત્વપૂર્ણ હશે. મુંબઈ શહેરમાં ફિલ્મનું 3D વર્ઝન સારી એવી કમાણી કરી રહી છે, પરંતુ કોલકાતા જેવા અન્ય મેટ્રો શેહેરમાં પરિસ્થિતિ થોડી અલગ છે. ફિલ્મ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સારી એવી કમાણી કરી રહી છે.

    410 કરોડનું બજેટ

    અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 410 કરોડ છે. ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 36 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે 42 કરોડ તથા ત્રીજા દિવસે 45 કરોડની કમાણી કરી હતી.

    અયાને ચાહકોનો આભાર માન્યો

    રવિવાર, 11 સપ્ટેમ્બરના રોજ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ બે દિવસનું કલેક્શન શૅર કરીને આભાર પ્રગટ કર્યો હતો. તેણે કહ્યું હતું, 'પ્રેમથી મોટું આ દુનિયામાં કોઈ બ્રહ્માસ્ત્ર નથી. આ વીકેન્ડમાં થિયેટરમાં જઈને પોતાનો પ્રેમ બતાવવા માટે તમામ દર્શકોનો આભાર.'

    વીકેન્ડમાં એડવાન્સ બુકિંગથી 23 કરોડની કમાણી કરી

    ઇન્ડસ્ટ્રી ટ્રેકિંગ પોર્ટલના મતે, 'બ્રહ્માસ્ત્ર'ના હિંદી વર્ઝનનું ઓપનિંગ વીકેન્ડનું બુકિંગ 22.25 કરોડ રહ્યું. ફિલ્મના તેલુગુ વર્ઝનની 98 લાખ તથા તમિળની 11.1 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ છે. કન્નડ, મલયાલમ વર્ઝનનું એડવાન્સ બુકિંગ ઓછું થયું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Box office Collection, Brahmastra, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन