Home /News /entertainment /Brahmastra Box Office Day 2: રણબીરની ફિલ્મે તો બોક્સ ઓફિસને ફરી ધમધમતું કરી નાંખ્યું, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી

Brahmastra Box Office Day 2: રણબીરની ફિલ્મે તો બોક્સ ઓફિસને ફરી ધમધમતું કરી નાંખ્યું, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી

બીજા દિવસે કરી બંપર કમાણી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવાએ બોક્સ ઓફસ પર સારું એવું કલેક્શન કર્યું છે, ફિલ્મને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળ્યું છે. અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મને બાયકોટ કરવાની માગની વચ્ચે પહેલા દિવસે ફિલ્મે જ્યાં 36.50 કરોડ રૂપિયાની કમાણી કરી, તો બીજી તરફ તેનો જલવો પણ કાયમ રહ્યો છે. ભૂલ ભુલૈયા 2 અને ધ કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મોને પછાડીને ફિલ્મે બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. જેનાથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાહત મળી છે. કેમ કે થોડા સમયથી તમામ ફિલ્મો બેક ટૂ બેક ફ્લોપ સાબિત થતી હતી.

વધુ જુઓ ...

    આ પણ વાંચોઃ- VIDEO: 'બ્રહ્માસ્ત્ર' પાર્ટ 2 માં રણબીર કપૂરની માતાના રોલમાં દીપિકા પાદુકોણ હશે! પાર્ટ-1થી મળી હિન્ટ

    બ્રહ્માસ્ત્રના બીજા દિવસની કમાણી જોઈએ તો તેને પહેલા દિવસ કરતાં પણ વધારે કલેક્શન કર્યું છે અને ફિલ્મ નિષ્ણાતોના અનુસાર, જો આવુંને આવું ચાલતું રહેશે તો ત્રણ દિવસમાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. બીજા દિવસની વાત કરીએ તો રિપોર્ટ્સના અનુસાર, ફિલ્મની કમાણીમાં પહેલા દિવસની તુલનામાં વધારો થયો છે.

    બ્રહ્માસ્ત્રે બીજા દિવસે દેશમાં 42 કરોડની કમાણી કરી, જેમાં માત્ર હિન્દી વર્ઝને જ 37થી 38 કરોડ કમાયા છે. આ આંકડાના અનુસાર, ફિલ્મ અત્યાર સુધી 78 કરોડ કરતા વધારે કમાણી કરી ચૂકી છે. ફિલ્મને વીકેન્ડનો ફાયદો મળે છે. જો આ સિલસિલો ચાલુ રહેશે તો ત્રીજા દિવસની કમાણીની સાથે આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

    અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. બાયકોટની માગ વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે, તેને જોતા ફિલ્મ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કેમ કે આ પહેલા ઘણી મોટી ફિલ્મોને બાયરોટની ડિમાન્ડના કારણે અસર થઈ છે. બ્રહ્માસ્ત્રને હિન્દી સહિત, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ કરવામાં આવી છે.

    8 હજાર સ્ક્રીન્સમાં રિલીઝ થઈ

    અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

    એડવાન્સ બુકિંગમાં 'RRR'ને પાછળ મૂકી

    ઓપનિંગ ડે માટે 'બ્રહ્માસ્ત્ર'ની અંદાજે 11 કરોડ ટિકિટ વેચાઈ હતી. હિંદી બેલ્ટમાં 10 કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. અયાનની આ ફિલ્મ 'RRR'ના હિંદી વર્ઝનને એડવાન્સ બુકિંગમાં પાછળ મૂકી દીધું છે. રાજમૌલિની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 7 કરોડનું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Brahmastra, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन