ટી શર્ટ પર સુશાંત સિંહના ફોટોની સાથે એવું શું લખ્યું કે ફેન્સ ગુસ્સે થયા, ફ્લિપકાર્ટને બાયકોટ કરવાની કરી માગણી
ટી શર્ટ પર સુશાંત સિંહના ફોટોની સાથે એવું શું લખ્યું કે ફેન્સ ગુસ્સે થયા, ફ્લિપકાર્ટને બાયકોટ કરવાની કરી માગણી
સુશાંત સિંહના ફેન્સ ભડક્યા, આખરે એવું તો શું થયું.
2020માં બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહનું નિધન થયું હતું, કહેવામાં આવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો. તેના કારણે તેને આત્મહત્યા કરી હતી, પરંતુ હકીકત શું હતી તે માત્ર સુશાંત જ જાણતો હતો. તેના ફેન્સ આજે પણ તેના કેસમાં ન્યાયની માગ કરી રહ્યા છે આ જ કારણ છે કે જો એક્ટર સાથે જોડાયેલું કંઈપણ સામે આવી જાય છે તો તેના ફેન્સ ભાવુક થઈ જાય છે.
2020માં બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહનું નિધન થયું હતું, કહેવામાં આવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો. તેના કારણે તેને આત્મહત્યા કરી હતી, પરંતુ હકીકત શું હતી તે માત્ર સુશાંત જ જાણતો હતો. તેના ફેન્સ આજે પણ તેના કેસમાં ન્યાયની માગ કરી રહ્યા છે આ જ કારણ છે કે જો એક્ટર સાથે જોડાયેલું કંઈપણ સામે આવી જાય છે તો તેના ફેન્સ ભાવુક થઈ જાય છે. હવે હાલમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે સુશાંતની તસવીરનો ઉપયોગ ટી શર્ટ પર કર્યો હતો. હવે સુશાંતના ચાહકોએ આ ટી શર્ટનો વિરોધ કર્યો છે અને ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની માગણી કરી છે. જાણો સમગ્ર મામલો
સુશાંતની ટી-શર્ટ પર એવું શું લખ્યું હતું...
ઓન લાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં એક ટી શર્ટ વેચાણ માટે મૂકવામાં આવી છે. આ ટી શર્ટ પર સુશાંત સિંહ રાજપૂતની તસવીર છે. તસવીર સાથે લખવામાં આવ્યું છે કે ‘Depression is like drowning. આ ટી શર્ટ ડિસ્કાઉન્ટ બાદ 179 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ટી શર્ટની મૂળ કિંમત 1099 રૂપિયા છે. આ જોઈને ચાહકોએ ફ્લિપકાર્ટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
It is not a correct way to develop your online stores first you remove this t-shirts from sale. Don't play with another emotions #BoycottFlipkartpic.twitter.com/vcXj8eskm8
દિવગંત સુશાંતનો ફોટો જોઈને ફેન્સ ભરાયા હતા. સો.મીડિયામાં ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની માગણી કરી હતી. સુશાંતનું નામ ડિપ્રેશન સાથે જોડાતા ચાહકોને ગુસ્સો આવ્યો છે. ચાહકોનું કહેવું છે કે સુશાંતને ડિપ્રેશને નહીં, પરંતુ બોલિવૂડ માફિયાએ માર્યો છે. એક યુઝરે મિસલીડિંગ લાઇન સાથે ટી શર્ટ વેચવા પર ફ્લિપકાર્ટને નોટિસ આપવાની વાત કરી છે. લોકોએ ટ્વિટર પર ફ્લિપકાર્ટને બાયકોટ કરવાની માગણી કરી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર