શું ખરેખર કાળી થેલીમાં ફેંકવામાં આવ્યા હતાં સુશાંતની હત્યાનાં પૂરાવા?

સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ સુશાંતની બોડી પાસેથી એક વ્યક્તિ દોડતો દોડતો જાય છે તેનાં હાથમાં કાળી થેલી હોય છે

સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ સુશાંતની બોડી પાસેથી એક વ્યક્તિ દોડતો દોડતો જાય છે તેનાં હાથમાં કાળી થેલી હોય છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતનાં મોતનું રહસ્ય દિવસે દિવસે ગુચાવા લાગ્યુ છે. એક તરફ મુંબઇ પોલીસ તેને આત્મહત્યાનું નામ આપી રહી છે. સોશિયલ મીડિયા પર સુશાંતનાં મોતને આત્મહત્યા નહીં પણ હત્યા કહેવામાં આવી રહી છે. સુશાંતનાં નામનાં અનેક ફેનપેજ સોશિયલ મીડિયા પર બન્યા છે. તેઓ સુશાંતનાં મોતને હત્યા હોવાનું ગણાવી અનેક પૂરાવા રજૂ કરી રહ્યાં છે.

  હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ કાળી થેલી લઇને દોડતો નજર આવે છે. આ ફેનપેજ પર એવો દાવો કરવામાં આવે છે કે, આ કાળી પ્લાસ્ટિકની થેલીમાં કેટલાંક પૂરાવા છે. જે પોલીસની નજર સામે તે વ્યક્તિ લઇ જાય છે. અને તેને ફેકી દે છે. બાદમાં તે વ્યક્તિ પરત આવે છે અને તેનાં હાથ ખાલી હોય છે. આ ફેન પેજનું માનવું છે કે, આ થેલીમાં કેટલાંક પુરાવા છે. તે વ્યક્તિ પરત આવીને સુશાંતનાં સ્ટ્રેચર પર હાથ લગાવવા લાગે છે.

  વીડિયોમાં એક મહિલા જણાવી રહી છે કે પોલીસ પણ મળેલી છે. વીડિયોમાં સુશાંતના ચાહકો દાવો કરી રહ્યા છે કે તે કાળી પ્લાસ્ટિકની થેલીમાં હત્યાના પૂરાવા છે. સુશાંતના ચાહકો આ વીડિયોને સતત શેર કરી રહ્યાં છે. આ સાથે પોલીસ પર પણ આ હત્યાના પુરાવા છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે.  આ અગાઉ સુશાંતના બાળપણના મિત્ર વિશાલસિંહે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, નોકર દ્વારા કહેલી સવારે સુશાંતનો રસ પીવાની વાત ખોટી છે કારણ કે તેનું રાતે 3:30 વાગ્યે અવસાન થયું છે. આ સાથે વિશાલે સુશાંતના નોકર પર પણ અનેક સવાલો ઉભા કર્યા છે. વિશાલે કહ્યું કે, નોકર પાસેથી 22 લાખ રૂપિયા મળ્યા છે. જેની તપાસ થઈ નહીં, પરંતુ મુંબઈ પોલીસ દ્રારા તે વાતને દબાવી દેવામાં આવી.

  આ પણ વાંચો-સુશાંત કેસમાં રૂમી જાફરીની પોલીસે કરી પૂછપરછ, 12 જૂનનાં બંને વચ્ચે થઇ હતી વાત

  જણાવી દઈએ કે સુશાંતે 14 જૂને તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક નામાંકિત હસ્તીઓને પૂછપરછ કરવામાં આવી છે.
  Published by:Margi Pandya
  First published: