Home /News /entertainment /

'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો કોનો તોડ્યો રેકોર્ડ?

'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો કોનો તોડ્યો રેકોર્ડ?

સોનૂ કે ટીટૂ કી સ્વીટી બોક્સ ઓફિસ પર સતત સારુ પ્રદર્શન કરી રહી છે. લવ રંજનની આ ફિલ્મે અક્ષય કુમારની પેડમેનને પછાડી દીધી છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી બોક્સ ઓફિસ પર સતત સારુ પ્રદર્શન કરી રહી છે. લવ રંજનની આ ફિલ્મે અક્ષય કુમારની પેડમેનને પછાડી દીધી છે.

    મુંબઇ: 23 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' બોક્સ ઓફિસ પર સુંદર પરફોર્મન્સ કરી રહી છે. આ ફિલ્મ કમાણીનાં મામલે અક્ષય કુમારની પેડમેનને પછાડીને આગળ વધી ગઇ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 82.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

    ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે આ ફિલ્મે અત્યાર સુધીમાં 82.10 કરોડ
    રૂપિયાની કમાણી કરી લીધી છે. આ વર્ષની કોમીડીથી ભરપૂર ફિલ્મ છે. તેણે વર્ષ 2018માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. પહેલા નંબર પર સંજય લીલા ભણસાલીની પદ્માવત છે.



    સોનૂ કે ટીટૂ કી સ્વીટીને લવ રંજને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચ, કાર્તિક આર્યન, સની સિંહ, આલોક નાથ અને વિરેન્દ્ર સક્સેના લીડ રોલમાં છે. આ ફિલ્મની કહાની બ્રોમાન્સ અને રોમાન્સ વચ્ચે ઝોલા ખાય છે.  લવ રંજનની પહેલાની ફિલ્મો પ્રમાણે જ આ ફિલ્મ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box Office, Business

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन