Box office: કેજીએફ 2 અને બીસ્ટની ટક્કરમાં જર્સી પીસાઈ જશે કે સફળ થશે?
Box office: કેજીએફ 2 અને બીસ્ટની ટક્કરમાં જર્સી પીસાઈ જશે કે સફળ થશે?
બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ ધમાલ મચાવશે, કેજીએફ 2, જર્સી કે બીસ્ટ?
કેજીએફ 2 (KGF 2) અને બીસ્ટ (Beast) બંને સાઉથની ફિલ્મો છે. જ્યારે જર્સી (Jersey) આ અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થનારી બોલીવૂડની એકમાત્ર ફિલ્મ હશે, જેથી બોલિવુડ ફિલ્મના ફેન્સ શાહિદ કપૂર (Shahid Kapoor) ને જોવા માટે લોકો થિયેટરોમાં ઉમટી પડી શકે છે.
આગામી અઠવાડિયે એક નહીં, પરંતુ ત્રણ મોટી ફિલ્મો રીલીઝ (Movie release) થવા જઈ રહી છે. જેથી ફિલ્મ ચાહકોને મોજ પડી જશે. યશની કેજીએફઃ ચેપ્ટર 2 (KGF chapter 2), થલાપથી વિજયની બીસ્ટ (Beast) અને શાહિદ કપૂરની જર્સી (Jersey) બે દિવસની અંદર થિયેટરોમાં આવશે. આ ત્રણેય ફિલ્મ મોટી છે, પણ મોટા ભાગના માને છે કે જર્સી રેસમાં નથી અને મુખ્ય ટક્કર કેજીએફ 2 અને બીસ્ટ વચ્ચે થશે.
ચાહકો છેલ્લા 3 વર્ષથી યશની કેજીએફ 2ની રાહ જોઈ રહ્યા છે અને તેઓ તેની સંપૂર્ણ સ્ટોરી જાણવા માટે ઉત્સુક છે. બીજી તરફ વિજયનો ચાહક વર્ગ પાન ઇન્ડિયા વિસ્તરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા માને છે કે, જર્સી આ બંને ફિલ્મો વચ્ચે પીસાઈ જશે. સાઉથની આ બંને ફિલ્મો હિન્દીમાં પણ રજૂ થઇ રહી છે. બીસ્ટને હિન્દીમાં રૉ નામ આપવામાં આવ્યું છે. જો કે, જર્સી પણ આ સ્પર્ધામાંથી નફો મેળવી શકે છે. જેની પાછળ નીચેના કારણો જવાબદાર છે.
કેજીએફ 2 અને બીસ્ટ બંને સાઉથની ફિલ્મો છે. જ્યારે જર્સી આ અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થનારી બોલીવૂડની એકમાત્ર ફિલ્મ હશે. બીસ્ટ અને કેજીએફ:2 એક્શન અને ડ્રામા ઓફર કરશે. બીજી તરફ જર્સી રોમેન્ટિક અને સ્પોર્ટ્સ ફિલ્મ જોવા માંગતા લોકોને આકર્ષી શકે છે.
આપણા દેશમાં લોકો ક્રિકેટ માટે પાગલ છે. ક્રિકેટ અને સિનેમાને મનોરંજનનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે અને બંનેનું મિશ્રણ ચોક્કસપણે લોકોને આકર્ષિત કરશે. જો કે, લગાન અને એમએસ: ધોની જેવી કેટલીક ફિલ્મો સફળ ગઈ હતી. પણ 83 જેવી અન્ય ફિલ્મો બોક્સ ઓફિસ પર જાદુ પાથરવામાં નિષ્ફળ રહી હતી.
ફિલ્મ જર્સી પહેલા કબીર સિંહે શાહિદને નવી ઓળખ આપી હતી. કબીર સિંઘ બોક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. કબીર સિંહ પછી શાહિદ કપૂરની ફિલ્મોની માંગ વધી છે અને જે જર્સીની તરફેણમાં કામ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂરે હંમેશાં પોતાની ભૂમિકાઓ અને ફિલ્મો સાથે પ્રયોગો કર્યા છે અને તેમાંની કેટલીક ફિલ્મોએ સારો દેખાવ કર્યો છે. ત્યારે જર્સી આવતા અઠવાડિયે રિલીઝ થનારી બોલીવૂડની એકમાત્ર ફિલ્મ હોવાથી શાહિદ કપૂરને જોવા માટે લોકો થિયેટરોમાં ઉમટી પડી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર