Home /News /entertainment /

ભારત-પાક તણાવ વચ્ચે પણ છવાઇ 'ટોટલ ધમાલ', જાણો કમાણીના આંકડા

ભારત-પાક તણાવ વચ્ચે પણ છવાઇ 'ટોટલ ધમાલ', જાણો કમાણીના આંકડા

ફિલ્મની કમાણીના કુલ કમાણીનો આંકડો 88 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે

રીલિઝના 6 દિવસમાં જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે

    ન્યૂઝ18 ગુજરાતી: 'ટોટલ ધમાલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને સારી ઓપનિંગ મળી હતી. જે બાદ રીલિઝના 6 દિવસમાં જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે, ફિલ્મ શનિવાર અને રવિવાર ઉપરાંત બીજા દિવસોમાં પણ સારી કમાણી કરી રહી છે. જ્યારે ફિલ્મની કમાણીના કુલ કમાણીનો આંકડો 88 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ આંકડો માત્ર ભારતનો જ છે.

    ફિલ્મે શુક્રવારે એટલે કે રીલિઝના દિવસે (22 ફેબ્રુઆરી) 16.50 કરોડની કમાણી કરી હતી. શનિવારે કમાણીમાં વધારો જોવા મળ્યો હતો. આ દિવસે કલેક્શન 20.40 કરોડ રહ્યું હતું. રવિવારે 25.50 કરોડ, સોમવારે 9.85 કરોડ, મંગળવારે 8.75 કરોડ, બુધવારે 7.05 કરોડ સાથે મળીને કુલ અત્યાર સુધી 88.05 કરોડની કમાણી થઇ છે. ફિલ્મની સારી કમાણી સાથે અજય દેવગણ પાસે ખુશી મનાવવાનો ડબલ મોકો છે. કારણ કે આ ફિલ્મ તેની 'નોન હોલિડે' પર રીલિઝ થયેલી સૌથી મોટી ઓપનર બની ગઇ છે.

     આ પણ વાંચો: પત્ની દીપિકા પણ નથી જાણતી રણવીર સિંઘનું એક ખાસ રહસ્ય?

    છેલ્લા ચાર વર્ષમાં અજય દેવગણની સૌથી વધુ ઓપનિંગ કમાણી કરનારી ફિલ્મ્સની વાત કરીએ તો લિસ્ટ આ પ્રમાણે છે. 2014માં 15 ઓગસ્ટે રીલિઝ થયેલી 'સિંઘમ રિટર્ન્સ'એ પહેલાં ત્રણ દિવસમાં 77.69 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 2017માં દિવાળી પર રીલિઝ થયેલી 'ગોલમાલ અગેન'એ 87.60 કરોડની કમાણી કરી હતી. હવે વાત 'ટોટલ ધમાલ'ની. આ ફિલ્મ કોઇ રજા પર રીલિઝ થઇ નથી. પરંતુ તે લોકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. ફિલ્મે 62.40 કરોડની કમાણી કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 100 crore club, Box Office, Collection, Movie, Total dhamaal, અજય દેવગન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन