Home /News /entertainment /

Box Office Collection: 250 કરોડની નજીક 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'RRR'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી

Box Office Collection: 250 કરોડની નજીક 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'RRR'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી

આરઆરઆર અને ધ કાશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મ 'RRR' એ 2 અઠવાડિયામાં 200 કરોડની કમાણી કરીને હિન્દી દર્શકોમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) વિશે વાત કરીએ, તો આ ફિલ્મ હવે 250 કરોડના આંકડાને સ્પર્શવાની ખૂબ નજીક છે

    Box Office Collection: પહેલા સાઉથનું સિનેમા (South Cinema) માત્ર સાઉથ પૂરતું જ સીમિત હતું, પરંતુ હવે તેનો સ્કોપ ખુલી ગયો છે અને હવે સાઉથ સિનેમા ઈન્ટરનેશનલ લેવલ પર પણ પોતાની ઓળખ બનાવી રહી છે. છેલ્લા એક દાયકાથી, કેટલીક સાઉથ ફિલ્મો બોલિવૂડ બોક્સ ઓફિસ (Bollywood Movie)પર પણ જોરદાર ધૂમ મચાવી રહી છે. હવે સાઉથની સુપર-ડુપર હિટ ફિલ્મોમાં RRRનું નામ પણ જોડાઈ ગયું છે, જેણે માત્ર 2 અઠવાડિયામાં હિન્દી દર્શકોમાં પણ 200 કરોડની કમાણી કરી લીધી છે અને વિવેક અગ્નિહોત્રીની 'ધ કશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) પછી આ આંકડા સુધી પહોંચનાર બીજી ફિલ્મ બની ગઈ છે.

    બોલિવૂડ ફિલ્મોને પહેલા જેવી સફળતા નથી મળી રહી. આવી સ્થિતિમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા કોઈ આશ્ચર્યથી ઓછી નથી. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની દર્દનાક કહાની જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ પણ રચ્યો હતો, જ્યારે જ્હોન અબ્રાહમની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'એટેક'ને દર્શકોએ પસંદ કરી નહોતી. હિન્દી દર્શકોને જે ફિલ્મ સૌથી વધુ પસંદ આવી છે તે સાઉથની ફિલ્મ 'RRR' છે, જે આખી દુનિયામાં ખળભળાટ મચાવી રહી છે અને અત્યાર સુધીમાં 1000 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે.

    'RRR' કમાણીનો ગ્રાફ

    ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના અહેવાલ મુજબ રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ 'RRR' એ 2 અઠવાડિયામાં 200 કરોડની કમાણી કરીને હિન્દી દર્શકોમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવારે 13.50 કરોડ, શનિવારે 18 કરોડ, રવિવારે 20.50 કરોડ, સોમવારે 7 કરોડ, મંગળવારે 6.50 કરોડ અને બુધવારે 5.50 કરોડની કમાણી કરી હતી. એટલે કે હિન્દી ભાષામાં આ ફિલ્મનું અત્યાર સુધીમાં 203.50 કરોડનું કલેક્શન થઈ ગયું છે.

    'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કમાણીના આંકડા ચોથા સપ્તાહે પણ ચાલુ છે

    તો, જો આપણે 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરીએ, તો આ ફિલ્મ હવે 250 કરોડના આંકડાને સ્પર્શવાની ખૂબ નજીક છે, તેમ છતાં આ ફિલ્મને સતત દર્શકો મળી રહ્યા છે. રિલીઝના ચોથા સપ્તાહમાં પણ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કમાણીના આંકડા ચાલુ છે. આ ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ બની ચૂકી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મે શુક્રવારે 1.50 કરોડ, શનિવારે 2.25 કરોડ અને રવિવારે 3 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો.

    આ પણ વાંચોValimai : અજીત સ્ટારર વલીમાઇના વર્લ્ડ ટીવી પ્રીમિયરની તારીખ જાહેર, જાણો કઇ ચેનલ પર આવશે

    હવે ફિલ્મને 2 કરોડ રૂપિયાથી ઓછાની જરૂર છે

    ફિલ્મે સોમવારે એક કરોડ, મંગળવારે 80 લાખ અને બુધવારે 75 લાખની કમાણી કરી હતી. આ પ્રમાણે ફિલ્મનું અત્યાર સુધી કુલ કલેક્શન 248.23 કરોડથી વધુ થઈ ગયું છે. એટલે કે ફિલ્મને 250 કરોડની કમાણી કરવા માટે 2 કરોડથી ઓછા રૂપિયાની જરૂર છે. એવું માનવામાં આવે છે કે, ફિલ્મ આ સપ્તાહના અંતમાં આ આંકડો પણ પાર કરી જશે, કારણ કે આ સમયે દર્શકોની ભીડ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'RRR' જોવા માટે ઉમટી રહી છે. જો કે તેની પાછળ એક કારણ એ પણ છે કે હાલમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, RRR Movie, The kashmir files

    આગામી સમાચાર