મુંબઇ: ગત ફિલ્મી ફ્રાઇડે સિનેમાઘરમાં રિલીઝ થયેલી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી'. આ ફિલ્મ એક હોરર-કોમેડી છે. જેને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. જેને કારણેઆ ફિલ્મની રિલીઝનાં ત્રીજા દિવસે એટલે કે રવિવારનાં તેની કમાણીમાં વધારો થતો જવા મળ્યો છે. ફિલ્મને હજુ આજની જન્માષ્ટમીની રજાનો પણ ફાયદો થશે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનાં જણાવ્યા મુજબ, રવિવારનાં રોજ ફિલ્મે 13.57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આપને જણાવી દઇએ કે ફિલ્મે પહેલા દિવસે 6.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતું તો શનિવારે ફિલ્મે 10.87 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
All estimations and calculations go for a toss... #Stree wreaks havoc at ticket counters... Multiplexes, single screens, metros, mass circuits - this one has worked across the board... Fri 6.82 cr, Sat 10.87 cr, Sun 13.57 cr. Total: ₹ 31.26 cr. India biz.
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયા છે જ્યારે ત્રણ દિવસમાં જ તમામ ખર્ચો કાઢી લીધો છે. હવે જે પણ ફિલ્મની કમાણી થશે તે ફિલ્મનો વકરો છે. આ ફિલ્મને દર્શકો તરફથી સારો એવો રિસપોન્સ મળી રહ્યો છે. કોમેડી અને હોરરનો આ કોમ્બો દર્શકોને પસંદ પડી રહ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર