Box Office Day 1: રણવીરની 'સિમ્બા'ની જાણો પહેલાં દિવસની કમાણી ?

News18 Gujarati
Updated: December 29, 2018, 5:07 PM IST
Box Office Day 1: રણવીરની 'સિમ્બા'ની જાણો પહેલાં દિવસની કમાણી ?
સિંબા, પોસ્ટર

ગત સાંજે તે મુંબઇનાં સિનેમાઘરમાં ગયો હતો. જ્યાં તે ફેન્સને મળ્યો હતો. અને આટલો પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો

  • Share this:
મુંબઇ: રણવીર સિંઘી સિંબા દર્શકોને પસંદ આવી રહી છે. અને તેને ક્રિટિક્સ તરફથી પણ સારા રિવ્યું મળ્યા છે. તેથી આ કહેવું જરાં પણ ખોટુ નથી કે, ફિલ્મ વર્ષની છેલ્લી અને બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. આ કહેવામાં કંઇ જ ખોટુ નથી કે ફિલ્મનાં પ્રમોશન માટે રણવીરે ખુબ મહેનત કરી છે. તેમાં પણ જ્યારે તેની ટક્કર શાહરૂખ ખાનની સાથે હોય ભલે શાહરૂખ ખાનની 'ઝીરો' દર્શકોને રિઝવવામાં સફળ ન રહી હોય પણ રિલીઝ પહેલાંનું ટેન્શન અલગ લેવલનું હોય છે.

વેલ હવે શાહરૂખની 'ઝીરો' અને રણવીર સિંઘની 'સિંબા' રિલીઝ થઇ ગઇ છે. અને બંને ફિલ્મનાં પહેલાં દિવસની કમાણીનાં આંકડા સામે આવી ગયા છે. એક તરફ જ્યાં શાહરૂખ ખાનની 'ઝીરો'એ પહેલાં દિવસે 20.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી ત્યાં રણવીર સિંઘની 'સિંબા'એ 22 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આપને જણાવી દઇએ કે 'ઝીરો'ને ઓડિયન્સ તરફથી સારા રિવ્યુ નથી મળ્યા જ્યારે રણવીરને ઓડિયન્સ અને ક્રિટિક્સ બંને તરફથી ખુબજ સારા રિવ્યુ મળ્યા છે.



'ઝીરો'ની રિલીઝને 7 દિવસ થઇ ગયા છે અને ફિલ્મ હજુ સુધી 100 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકી નથી. આ ફિલ્મની રિલીઝ બાદ પણ રણવીર સિંહ તેની ફિલ્મને પ્રમોટ કરવાની એક પણ તક છોડી નથી રહ્યો.

ગત સાંજે તે મુંબઇનાં સિનેમાઘરમાં ગયો હતો. જ્યાં તે ફેન્સને મળ્યો હતો. અને આટલો પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો. સોર્સિસની માનીયે તો 80 કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ દુનિયાભરમાં 4000 સિનેમાઘરમાં રિલીઝ થઇ છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ વિકએન્ડમાં કેટલી કમાણી કરે છે.

આપને જણાવી દઇએ કે ફિલ્મની હિરોઇન સારા અલી ખાને પણ દર્શકોની વચ્ચે જઇને જાતે ટિકિટ લઇને ફિલ્મ જોઇ હતી.
First published: December 29, 2018
વધુ વાંચો
अगली ख़बर