અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'શું થયુ?' રિલીઝનાં ત્રણ દિવસમાં કમાણીનાં બધા જ રેકોર્ડ સર કરી રહી છે. ફરી એક વખત કૃષ્ણદેવ યાજ્ઞિકનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે બે દિવસમાં 2.52 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ફક્ત 212 સ્ક્રિન્સ અને 900+ શોઝમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શુક્રવારે 1.01 કરોડ અને શનિવારે 1.51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
હજુ રવિવારની રજા અને તહેવાર હોવાને કારણે આ ફિલ્મની કમાણી વધવાનાં પુરેપુરા ચાન્સ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વટિ કરીને ફિલ્મની કમાણી વિશે માહિતી આપી છે
Gujarati film #ShuThayu is UNSTOPPABLE... Setting new benchmarks for #Gujarati films... Fri 1.01 cr, Sat 1.51 cr. Total: ₹ 2.52 cr. Note: 212 screens / 900+ shows.
ફિલ્મમાં ફરી એક વખત 'છેલ્લો દિવસ'ની આખી ટીમ મલ્હાર ઠાકર, આર્જવ ત્રીવેદી, મિત્ર ગઢવી, નેત્રી ત્રીવેદી, યશ સોની અને માઇકલની ટીમ એક સાથે ફરી બિગ સ્ક્રિન પર નજર આવી.
24 ઓગષ્ટ 2018નાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો દિલથી વધાવી રહ્યાં છે. અને આ ફિલ્મ કમાણીનાં તમામ રેકોર્ડ તોડે તેવી શુભેચ્છાઓ.
" isDesktop="true" id="791332" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર