Home /News /entertainment /

ભારતીય જાસુસ બનેલી આલિયાની 'રાઝી', જાણો બોક્સ ઓફિસ પર કેટલું કમાઇ?

ભારતીય જાસુસ બનેલી આલિયાની 'રાઝી', જાણો બોક્સ ઓફિસ પર કેટલું કમાઇ?

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની માનીયે તો, ફિલ્મે રવિવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી છે

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની માનીયે તો, ફિલ્મે રવિવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી છે

    મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ 'રાઝી' બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ફિલ્મે ત્રણ દિવસમાં 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 'રાઝી' વર્ષ 2018ની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

    ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની માનીયે તો, ફિલ્મે રવિવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સસ્પેન્સ થ્રિલર અને સ્પાયની આ ફિલ્મે ત્રણ દિવસમાં 32.94 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને તેની કમાણી દિવસે દિવસે વધી રહી છે.

    મેઘના ગુલઝારનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે પહેલાં દિવસે 7.53 કરોડ રૂપિયા, શનિવારે 11.30 કરોડ રૂપિયા અને રવિવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દિવસે દિવસે વધતી કમાણી અને ફિલ્મમાં લોકોનાં રસને જોઇને લાગે છે કે ફિલ્મની કમાણી આવનારા દિવસોમાં વધી શકે છે.






    First published:

    Tags: Alia Bhatt, Box office Collection, Raazi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन