મુંબઇ: અજય દેવગણ અને ઇલિયાના ડિક્રુઝની સત્યઘટના પર આધારિત ફિલ્મ 'રેઇડ' બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. બીજા અઠવાડિયામાં તેની રફ્તાર થોડી ધીમી પડી છે. જોકે તે થોડા દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
13 દિવસની કમાણીની વાત કરીએ તો અજય દેવગણની 'રેઇડ' અત્યાર સુધીમાં 86.98 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે બીજા અઠવાડિયાનાં શુક્રવારે 3.55 કરોડ, શનિવારે 5.71 કરોડ, રવિવારે 7.22 કરોડ, સોમવારે 2.42 કરોડ, મંગળવારે 2.41 કરોડ અને બુધવારે 2.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
#Raid [Week 2] Fri 3.55 cr, Sat 5.71 cr, Sun 7.22, Mon 2.42 cr, Tue 2.41 cr, Wed 2.62 cr. Total: ₹ 86.98 cr. India biz.
અજય દેવગણની આ ફિલ્મને ટક્કર આપવા માટે ટાઇગર શ્રોફની એક્શન પેક 'બાગી-2' અને રાની મુખર્જીની 'હિચકી' રિલીઝ થઇ ગઇ છે. હવે જોવું રહ્યું કે શું અજય દેવગણની ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થાય છે કે નહીં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર