Home /News /entertainment /

Box Office : પહેલા દિવસે કરોડોની કમાણી કરી માલામાલ થઈ 'વીરે દી વેડિંગ'

Box Office : પહેલા દિવસે કરોડોની કમાણી કરી માલામાલ થઈ 'વીરે દી વેડિંગ'

    વીરે દી વેડિંગ 1 જૂને રિલીઝ થઈ. રિલીઝ થવાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો એવો રેકોર્ડ બનાવી લીધો છે. ફિલ્મે પહેલા દિવસે જ 10 કરોડથી વધારે રૂપિયાની કમાણી કરીલીધી છે. આ ફિલ્મ કુલ 30 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. જેને જોતા આ ફિલ્મે પહેલા દિવસે સારી એવી કમાણી કરી લીધી છે. આ પહેલા આ વર્ષે જ રિલીઝ થયેલી અક્ષય કુમારની
    ફિલ્મ પેડમેને પહેલા દિવસે 10.26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે અજય દેવગનની ફિલ્મ રેડએ પહેલા દિવસે 10.4 કરોડની કમાણી કરી હતી.

    જ્યાં સુધી વીરે દી વેડિંગની વાત છે. તો પહેલા દિવસે જ 10 કરોડથી વધારે રૂપિયાની કમાણી કરીને આ વર્ષની પાંચ સૌથી મોટી ઓપનર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. જેને લઈને તરણ આદર્શે એક ટ્વીટ પણ કર્યું છે.





    ફિલ્મમાં કરીના કપૂર, સ્વરા ભાસ્કર, સોનમ કપૂર અને શિખા તલ્સાનિયા મહત્વનું ભુમિકા નિભાવી રહ્યાં છે. ફિલ્મની કહાની કરીના કપૂરના લગ્નના આસપાસની છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના એક શબ્દના રિવ્યૂમાં ફિલ્મને બોલ્ડ બતાવી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Box Office, Veere Di Wedding

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन