બોક્સ ઓફિસ 2021 રિપોર્ટ કાર્ડ: જુઓ આ વર્ષે રિલીઝ થયેલ કઈં ફિલ્મે કેટલી કમાણી કરી

બોક્સ ઓફિસ 2021 રિપોર્ટ કાર્ડ

વર્ષ 2021ની વાત કરવામાં આવે તો આ વર્ષે લગભગ 10 બોલીવુડ મૂવીઝ (Bollywood Movies) અને કેટલીક હોલીવુડ મૂવિઝ રિલીઝ થઈ છે. તેમાં હોલીવુડ ફિલ્મોનું પ્રદર્શન સારું રહ્યું છે.

  • Share this:
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી (Suryavanshi) 5 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મ અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી રહી છે તેવું કહેવામાં કશું ખોટું નથી. પોતાની કમાણીના આંકડાઓ સાથે સૂર્યવંશી આ વર્ષની સોથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ વર્ષે રિલીઝ થયેલી બેલ બોટમ, રુહી, મુંબઈ સાગા સહિત અન્ય ફિલ્મોના લાઈફ ટાઈમ કલેક્શનનને સૂર્યવંશી પાર કરી ચૂકી છે.

માત્ર ચાર જ દિવસમાં રોહિત શેટ્ટી (Rhohit Shetty) ની ફિલ્મ સૂર્યવંશીએ 90 કરોડની કમાણી કરી લીધી છે, તો બીજી તરફ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ (Box Office) પર ફિલ્મ પોતાના પ્રથમ 3 દિવસમાં જ 100 કરોડના આંકડાને પાર કરી ચુકી છે. આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે સૂર્યવંશી દર્શકોને થિયટરમાં પાછા લાવવામાં સફળ રહી છે.

વર્ષ 2021ની વાત કરવામાં આવે તો આ વર્ષે લગભગ 10 બોલીવુડ મૂવીઝ (Bollywood Movies) અને કેટલીક હોલીવુડ મૂવિઝ રિલીઝ થઈ છે. તેમાં હોલીવુડ ફિલ્મોનું પ્રદર્શન સારું રહ્યું છે.

વર્ષની શરૂઆતમાં કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થઈ પણ આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ કમાલ ન બતાવી શકી. હવે સૂર્યવંશી સાથે અન્ય ફિલ્મો પણ બેક ટૂ બેક રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મોના રિલીઝ સાથે એ આશા પણ બંધાય છે કે ટિકિટ વિન્ડોની રોનક ફરીથી પાછી આવશે.

વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મોનો રિપોર્ટ કાર્ડ

રામપ્રસાદ કી તેરહવી

સીમા પાહવાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રામપ્રસાદ કી તેરહવી થિયેટર્સમાં રિલીઝ થનારી વર્ષની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મે 8 લાખનું ઓપનિંગ કર્યું, જ્યારે આ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 30 લાખની આસપાસનું રહ્યું.

રુહી

11 માર્ચે રિલીઝ થયેલ ફિલ્મ રુહીમાં જ્હાનવી કપૂર, રાજકુમાર રાવ અને વરુણ શર્મા લીડ રોલમાં જોવા મળ્યા. ફિલ્મે 3.06 કરોડની ઓપનિંગ કરી હતી, જ્યારે ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 25.87 કરોડનું રહ્યું.

મુંબઈ સાગા

ફિલ્મ રુહી રિલીઝ થયા બાદ જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી. આ એક એક્શન ફિલ્મ હતી. ફિલ્મ મુંબઈ સાગાને 2.83 કરોડનું ઓપનિંગ મળ્યું, જ્યારે ફિલ્મનુ લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન 17 કરોડનું રહ્યું.

સંદીપ ઔર પિંકી ફરાર

અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા અભિનીત આ ફિલ્મ ખૂબ લાંબી રાહ જોયા બાદ થિયેટર્સમાં આવી. આ ફિલ્મ મુંબઈ સાગા સાથે 19 માર્ચે જ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે 25 લાખની ઓપનિંગ કરી હતી. જોકે, ફિલ્મના રિલીઝ બાદ તરત જ ફરીથી આખા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.

ગૉડઝીલા વર્સેસ કૉન્ગ

24 માર્ચે ભારતમાં રિલીઝ થયેલ આ હોલીવુડ ફિલ્મે 6.40 કરોડની ઓપનિંગ કરી હતી. ફિલ્મનું લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન 47 કરોડનું રહ્યું.

સાયના

પરિણીતી ચોપડા સ્ટારર આ ફિલ્મ સાયના નેહવાલની બાયોપિક હતી. આ ફિલ્મે 25 લાખની ઓપનિંગ કરી હતી જ્યારે ફિલ્મનું લાઈફટાઈમ કલેકશન દોઢ કરોડનું રહ્યું હતું.

બેલ બોટમ

અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમે 26.50 કરોડનું લાઈફ ટાઈમ કલેક્શન કર્યું હતું. થિયેટરેસ પછી આ ફિલ્મને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી હતી.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9

હોલુવુડની ચર્ચિત અને લોકપ્રિય સિરીઝની ફિલ્મ ફાસ્ટ અને ફ્યુરિયસ 9એ ભારતમાં 1.92 કરોડની ઓપનિંગ આપી હતી. દેશમાં આ હોલીવુડ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 13.61 કરોડનું રહ્યું.

ચેહરે

અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર આ ફિલ્મે 3.50 કરોડનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. થિયેટરમાં રિલીઝના થોડા જ દિવસો બાદ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી.

થલાઈવી

કંગના રૈનોત સ્ટારર ફિલ્મ થલાઈવી આખા દેશમાં માત્ર ગણ્યાગાંઠ્યા થિયટર્સમાં જ રિલીઝ થઈ શકી હતી. ફિલ્મે કુલ 6.65 કરોડનું કલેક્શન કર્યું હતું.

વેનમ 2

14 ઓક્ટોબરે રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ વેનમ 2એ દેશમાં 3.71 કરોડનું ઓપનિંગ કર્યું હતું. આ ફિલ્મનું લાઈફટાઈમ બોક્સઓફિસ કલેક્શન 17.50 કરોડનું રહ્યું.

આ પણ વાંચો - સૂર્યવંશીની કમાણી 100 કરોડને પાર, જાણો કયા કલાકારની કેટલી ફિલ્મોએ 100 કરોડનો આંકડો પાર કર્યો છે

ઈટર્નલ્સ

રોહિત શેટ્ટીની સૂર્યવંશી સાથે દિવાળી પર રિલીઝ થયેલી હોલીવુડની માર્વેલ સુપરહીરો ફિલ્મ ઈટર્નલ્સે અત્યાર સુધીમાં 19.15 કરોડની કમાણી કરી છે. જણાવી દઈએ કે સૂર્યવંશી સાથે રિલીઝ થવાને કારણે ફિલ્મને ઓછી સ્ક્રીન મળી છે તે જોતા ફિલ્મ સારી કમાણી કરી રહી છે.
Published by:kiran mehta
First published: