Home /News /entertainment /જાહ્નવીની ફિલ્મ જોઈ બોની કપૂર થયા ભાવુક, કહ્યું- આજે શ્રીદેવી હયાત હોત તો જાહ્નવી પર ગર્વ થાત

જાહ્નવીની ફિલ્મ જોઈ બોની કપૂર થયા ભાવુક, કહ્યું- આજે શ્રીદેવી હયાત હોત તો જાહ્નવી પર ગર્વ થાત

જાહ્નવીની ફિલ્મ જોઈ બોની કપૂર થયા ભાવુક, કહ્યું- આજે શ્રીદેવી હયાત હોત તો જાહ્નવી પર ગર્વ થાત

રાજકુમાર રાવ, વરૂણ શર્મા અને જાહ્નવી કપૂરની ફિલ્મ રૂહી આજે રિલીઝ થઈ છે. 'રૂહી' એ વર્ષ 2018માં રિલીઝ થયેલ 'સ્ત્રી'નો એક ભાગ છે

મુંબઈ : જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'રુહી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. જાહ્નવીની આ ફિલ્મ જોઈ લાગણીશીલ થયેલા બોની કપૂરે કહ્યું કે, જાહ્નવી ઘણી મહેનત કરી રહી છે. દરેક ફિલ્મમાં તે પોતાના પાત્ર સાથે ન્યાય કરવા માંગે છે. આજે તેની માં શ્રીદેવી જીવિત હોત તો તે ખૂબ ખુશ થાત અને તેને પોતાની દીકરી પર ગર્વ થાત.

રાજકુમાર રાવ, વરૂણ શર્મા અને જાહ્નવી કપૂરની ફિલ્મ રૂહી આજે રિલીઝ થઈ છે. 'રૂહી' એ વર્ષ 2018માં રિલીઝ થયેલ 'સ્ત્રી'નો એક ભાગ છે. હાર્દિક મહેતાએ નિર્દેશિત કરેલી આ ફિલ્મ હોરર-કોમેડી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે કરેલી મહેનત જોઈ બોની કપૂર આફરીન પોકારી ગયા હતા. સ્પોટબોય સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ કોમેડી-હોરર ફિલ્મ છે. ફિલ્મમાં ખોફનાક અને રમૂજ ઉપજાવે તેવા દ્રશ્યો છે.

તેમનું કહેવું છે કે, આ ફિલ્મમાં દર્શકોને એવા હોરર સીન જોવા મળશે, જેને જોઈ દર્શકોનું હસવું રોકાશે નહીં. જાહ્નવી, રાજકુમાર રાવ તથા વરુણ શર્માના રોલની પણ બોની કપૂરે ખૂબ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો - રાજકોટ : ભાદર નદીના પુલ પરથી મહિલાએ આત્મહત્યા કરવા છલાંગ લગાવી, બે યુવાનોએ જીવ બચાવ્યો

રુહી બાદ જાહ્નવી ભેડિયામાં જોવા મળશે

જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ધડક ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે ઇશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ધડક મરાઠી ફીલ સૈરાટની હિન્દી રીમેક હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કંઇક ખાસ ઉકાળી શકી નહોતી. પરંતુ જાહ્નવી કપૂરે દર્શકોના દિલ જીતી લીધા હતા. રુહી બાદ જાહ્નવી ભેડિયામાં જોવા મળશે.

બોની કપૂર રણબીરના પિતાના રોલમાં

બોની કપૂર પણ ટૂંક સમયમાં રણબીરના પિતાની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે લવ રંજનની ફિલ્મમાં તેઓ રણબીરના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે.
First published:

Tags: Boney kapoor, Entertainment, Janhvi Kapoor, Rajkumar Rao, Roohi, Sridevi, બોલીવુડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો