રિયા ચક્રવર્તીને બોમ્બ હાઇકોર્ટે આપ્યા જામીન, એક મહિના પછી જેલમાંથી આવશે બહાર

રિયા ચક્રવર્તીને બોમ્બ હાઇકોર્ટે આપ્યા જામીન, એક મહિના પછી જેલમાંથી આવશે બહાર
રેહા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ હતી. એક મહિનો જેલમાં વીતાવ્યા પછી રિયા હવે જેલની બહાર આવશે

 • Share this:
  બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી મંજૂર કરી છે. સુશાંત કેસ પછી ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ હતી. એક મહિનો જેલમાં વીતાવ્યા પછી રિયા હવે જેલની બહાર આવશે. ઉલ્લેખનીય છે કે લોઅર કોર્ટે 2 વાર રિયાની જામીન અરજી ફગાવી હતી. તે પછી હાઇકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવતી હતી. મંગળવારે રિયાની જ્યૂડિશિયલ કસ્ટડી 14 દિવસ એટલે કે 20 ઓક્ટોબર સુધી વધારાઇ હતી.

  ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત (Sushant Singh Rajput Death Case) અને તેની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઇકોર્ટે આજે રિયાની જામીન અરજી પર સુનવણી કરી હતી. અને મંગળવારે જ સેશન કોર્ટે અભિનેત્રીની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. જો કે હવે જામીન મળ્યા પછી લગભગ 1 મહિના પછી રિયા જેલની બહાર પગ મૂકશે. ત્યાં જ રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીને જામીન નથી મળ્યા તેને હજી પણ જેલમાં જ રહેવું પડશે.

  આ પહેલા NCB એ કોર્ટમાં રિયા અને શોવિકની જામીનનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટમાં આપેલી એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે શોવિક ડ્રગ્સ સિંડિકેટના એક્ટિવ મેબર્સમાંથી એક છે. બંને અનેક હાઇ સોસાઇટીના લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાના વેપારમાં જોડાયેલા છે.

  તેમના પર ધારા 27A લગાવવામાં આવી છે. અને માટે તેમને જામીન ન મળવી જોઇએ. NCB કહ્યું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. અને તેણે માન્યું છે કે ડ્રગ્સ ખરીદવામાં સૈમુઅલ મિરાંડા, દીપેશ સાવંત અને શોવિક તેણે પુછ્યું હતું.
  Published by:Chaitali Shukla
  First published:October 07, 2020, 11:23 am