એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્નોગ્રાફી બનાવવી અને તેને એપ દ્વારા પ્રકાશિત કરવા મામલે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. કારણ કે આજનો દિવસે સુનાવણી થશે. પોર્નોગ્રાફી (Pornography Case) મામલે આજે તેની પોલીસ કસ્ટડી પૂર્ણ થઇ રહી છે.
કુન્દ્રાની સાથે જ તેની કંપનીનાં આઇટી હેડ રાયન થોર્પેની પણ પોલીસ કસ્ટડી આજે પૂર્ણ થઇ રહી છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે રાજ કુન્દ્રાની 19 જુલાઇનાં ધરપકડ કરી હતી. જે બાદ કુન્દ્રાએ પોલીસ અટકાયતને પડકાર આપતી અને જામીનની માંગ કરતી અરજી બોમ્બે હાઇકોર્ટ સામે આજે સુનાવણી થશે. પોર્નોગ્રાફી કેસ (Pornopraphy Case) મામલે તેની પોલીસ કસ્ટડી આજે પૂર્ણ થઇ રહી છે. જેનાં પર આજે નિર્ણય લેવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, ક્રાઇમ બ્રાન્ચને અત્યાર સુધીમાં જે પૂરાવા હાથ લાગ્યા છે તેનાંથી રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. રાજ કુન્દ્રાની ઓફિસમાં મળેલી સીક્રેટ તિજોરીથી લઇને તેનાં બેંક અકાઉન્ટની ડિટેઇલ સુધી પોલીસે તપાસી લીધી છે. જેમાં પોર્ન રેકેટ અંગે ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઘણાં પૂરાવા લાગ્યા છે. એવામાં પોલીસે કુન્દ્રાની અટકાયત વધારવાની માંગણી કરી છે.
રાજ કુન્દ્રાને આજે પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ મળી જશે કે પછી હજુ વધુ દિવસો તેને જેલનાં સળિયા પાછળ વિતાવવા પડશે. કારણ કે પોર્નોગ્રાફી મામલે અત્યાર સુધીમાં પોલીસનાં હાથે જે પુરાવા લાગ્યા છે તેમાં સીક્રેટ તિજોરીમાંથી 51 જેટલાં વીડિયોઝ પણ મળી વ્યાં છે. તો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનાં જોઇન્ટ એકાઉન્ટમાંથી ગણાં ઇન્ટરનેશનલ લેણ દેણનો પણ ખુલાસો થયો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર