મુંબઈ હાઈકોર્ટે પ્રિતી ઝિંટા તરફથી નેસ વાડિયા વિરુદ્ધ નોંધાવવામાં આવેલો છેડછાડનો મામલો કોર્ટે રદ કરી દીધો છે. કોર્ટે આ સાથે બંને પક્ષોને મીડિયા સાથે વાતચીત કરવાની ના પાડી દીધી છે.
ફિલ્મ અભિનેત્રી પ્રિતી ઝિંટાએ વાડિયા વિરુદ્ધ 2014માં છેડછાડનો કેસ નોંધાવ્યો હતો. આ સંબંધમાં એક ઓક્ટોબરે થયેલી પહેલી સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી પ્રિતિ ઝિંટા અને ઉદ્યોગપતિ નેસ વાડિયાના 2014ના એક મામલાને સમાધાન કરી પતાવવાની સલાહ આપી હતી.
અભિનેત્રી પ્રિતી ઝંટાએ 2014માં વાડિયા વિરુદ્ધ છેડતી કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની શરૂઆત 30 મે, 2014માં ઈન્ડિયન પ્રિમીયર લીગ મેચ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં થઈ હતી. નેસ અને પ્રિતી કિંગ્સ ઈલેવન પંજાબ, આઈપીએલ ટીમના સહ માલિક છે.
ફરિયાદ અનુસાર, વાડિયા ટિકિટ વેચવાને લઈ ટીમના સ્ટાફને અપશબ્દો કહી રહ્યો હતો. તે સમયે તેમની ટીમ જીતી રહી હતી અને પ્રિતી ઝિંટાએ વાડિયાને શાંત થવા કહ્યું. તે સમયે તેમણે ઝિંટાને પણ કથિત રીતે અપશબ્દો કહ્યા અને તેનો હાથ પકડ્યો અને કથિત રીતે છેડછાડ કરી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પોલીસે વાડિયા વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યો હતો, પરંતુ વાડિયા તેને ફગાવવાની માંગ કરતા હાઈકોર્ટ પહોંચ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર