લોકડાઉન દરમિયન સોનૂ સૂદ (Sonu Sood) જુહૂ સ્થિત રહેણાંક ઇમારતમાં કથિત રીતે પરવાનગી વગર ઢાંચાગત બદલાવ કર્યો. આ બાદ BMCએ તેને નોટિસ ફટકારી છે. BMCએ નોટિસ વિરુદ્ધ સોનૂએ બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) મુંબઇમાં કથિત ગેરકાયદે નિર્માણ મામલે બૉમ્બે હાઇકોર્ટ (Bombay High Court) ગુરૂવારે નિર્ણય સંભળાવશે. બૃહન્મુંબઇ મહાનગરપાલિકા (BMC)એ ગેરકાયદે નિર્માણ મામલે નોટિસ જાહેર કરી હતી. 13 જાન્યુઆરીનાં થયેલી સુનાવી દરમિયાન BMCએ સોનૂ સૂદને 'આદતન અપરાધી' જણાવ્યો હતો. નગરપાલિકાએ કોર્ટમાં કહ્યું હતું કે, સોનૂ સૂદ ગેરકાયદે નિર્માણ મામલે સતત નિયમ તોડતો રહે છે.
લોકડાઉન દરમિયાન સોનૂ સૂદે ઉપનગર જુહૂ સ્થિત રહેણાક બિલ્ડિંગને કથિત રીતે વગર પરવાનગીએ ઢાંચાગત બદલાવ કર્યો છે. આ બાદ BMCએ તેને નોટિસ ફટકારી છે. BMCની નોટિસ વિરુદ્ધ સોનૂ સૂદે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સોનૂ સૂદનાં વકીલ ડીપી સિંહ દ્વારા ગત અઠવાડિયે દાખલ તેની અરજીમાં કહ્યું હતું કે, તેણે છ માળ શક્તિ સાગર બિલ્ડિંગમાં કોઇ ગેરકાયદે નિર્માણ નથી કર્યું.
સોનૂ સૂદે BMCની નોટિસ પર કહ્યું હતું કે, 'હું BMCનો સંપૂર્ણ આદર કરુ છું. જેણે આપણી મુંબઇને આટલી કમાલની બનાવી છે. પોતાનાં તરફથી હું તમામ નિયમોનું પાલન કરીશ. અને જો કોઇ સુધારની ગુંજાઇશ હશે તો હું તેને જરૂર સુધારવાનો પ્રયાસ કરીશ.'
સોનૂ સૂદે કહ્યું હતું કે, 'કોર્ટમાં અમે આ મામલે અરજી દાખલ કરી છે. જેમ તે ગાઇડ કરશે તેમ હું ફોલો કરીશ. કોર્ટ તરફથી જે પણ નિર્દેશ આપવામાં આવશે તેનો યોગ્ય રીતે પાલન કીશ, તે રસ્તે ચાલીશ, હું તમામ કાયદા અને નિયમોને માનીશ.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર