Cruise Drug Case: આર્યન ખાનની જામીન પર HCએ કહ્યું, ગુના માટે પ્લાન બનાવવાના કોઈ પુરાવા નથી

આર્યન ખાન ફાઈલ તસવીર

Aryan khan cruise drugs case: હાઈકોર્ટે પોતાના (bombay highcourt) આદેશમાં કહ્યું કે ક્રૂઝ ઉપર આર્યન (Aryan khan) અને અરબાજ મર્ચન્ટ (Arbaaz Merchant)સ્વતંત્ર રૂપથી યાત્રા કરી રહ્યા હતા. તેમણે ડ્રગ્સ બનાવવા માટે કોઈ પ્લાન બનાવ્યો હોય એવા કોઈ પુરાવા મળતા નથી.

 • Share this:
  મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ મામલામાં (Cruise Drug Case) શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને (Aryan Khan) હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. આર્યન ખાન જેલમાંથી મૂક્ત પણ થઈ ચૂક્યો છે. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટને (Bombay High Court) વિસ્તૃત આદેશ સામે આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે એવો કોઈ જ પુરાવો નથી કે જે એ દેખાડે કે આરોપીઓએ ગુનો કરવા માટે યોજના બનાવી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ક્રૂઝ ઉપર આર્યન અને અરબાજ મર્ચન્ટ સ્વતંત્ર રૂપથી યાત્રા કરી રહ્યા હતા. તેમણે ડ્રગ્સ બનાવવા માટે કોઈ પ્લાન બનાવ્યો હોય એવા કોઈ પુરાવા મળતા નથી.

  ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે કોર્ટે અભિયોજન તરફથી કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ NDPS અધિનિયમ અંતર્ગત ગુનો કરવાનું સ્વીકાર કર્યું છે. જો આપણે માની લઈએ તો આ મામલે વધુમાં વધુ એક વર્ષની સાજા હોય છે. આરોપી પહેલા પણ લગભગ 25 દિવસોથી જેલમાં બંધ છે. તેમનું મેડિકલ પરીક્ષણ પણ કર્યું નથી. જેથી એ નક્કી કરી શકાય કે શું તેમણે સંબંધીત સમય ઉપર નશીલી દવાઓનું સેવન કર્યું હતું.

  28 ઓક્ટોબરે મળી હતી આર્યન ખાનને જામીન
  ક્રૂઝ ડ્રગ્સ મામલે આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને 26 દિવસે 28 ઓક્ટોબરે હાઈકોર્ટ જામીન આપ્યા હતા. પેપર્સ પુરા થયા બાદ આર્યનને જેલમાંથી 30 ઓક્ટોબરે મૂક્ત થયો હતો. હાઈકોર્ટે આર્યન ખાનને 14 શરતોની સાથે જામીન આપ્યા હતા.

  આ પણ વાંચોઃ-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

  આ 14 શરતો પૈકી એક શરત એ પણ હતી કે દર સપ્તાહના શુક્રવારે તેને એનસીબી કાર્યાલયે રજૂ થઈને ઉપસ્થિતિ અંગે જણાવવાનું રહેશે. આ ઉપરાંત કહ્યું હતું કે જ્યાં સુધી કેસની કાર્યવાહી પુરી ન થઈ જાય ત્યાં સુધી આર્યન ખાન વિદેશમાં નહીં જઈ શકે.

  આ પણ વાંચોઃ-અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

  બીજી ઓક્ટોબરે ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી ઉપર એનસીબીના દરોડા
  સમુદ્ર વચ્ચે એક ક્રૂઝ શિપ પર કથિત રીતે ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને એનસીબીએ દસ લોકોની અટકાયત કરી હતી. પોલીસને સૂચના મળી હતી કે પાર્ટી મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝ શિપ પર ચાલી રહી હતી. એટલે એનસીબીની ટીમે એક ડ્રગ લેવાનું શરૂ થયું ત્યાર બાદ બધાને પકડ્યા. શનિવારે રવાના થયેલા આ ક્રૂઝને સોમવારે મુંબઈ પાછું આવવાનું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૃદ્ધને સજાતીય સંબંધોનો શોખ ભારે પડ્યો, હત્યાનો આરોપીએ પોલીસને જણાવ્યો આખો સીલસીલો

  આ ક્રૂઝ શિપ મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. એનસીબીના અધિકારીઓ સાદાં કપડાંમાં પર્યટક તરીકે ક્રૂઝ શિપમાં પહોંચી ગયા હતા. ક્રૂઝ શિપે જ્યારે સમુદ્રમાં સફર શરૂ કરી ત્યારે પાર્ટી શરૂ થઈ અને બધા આરોપીઓ રંગેહાથે પકડાયા. કેટલાક મીડિયા અહેવાલ મુજબ ક્રૂઝ શિપ થોડા દિવસો પહેલાં જ શરૂ થયું હતું અને તેના પર યોજાતી પાર્ટીની ટિકિટ 80 હજાર રૂપિયા છે.
  Published by:ankit patel
  First published: