એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોમ્બે હાઇકોર્ટ (Bombay High Cour)એ એક NGO દ્વારા દાખલ તે અરજી પર મંગળવારે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે જેમાં અનુરોધ કરવામાં આવ્યો હતો કે મીડિયાએ સુશાંત સિંહ રાજપૂતની મોત અંગે જોડાયેલાં મુદ્દાની તપાસની રિપોર્ટિંગ પર રોક લગાવવી જોઇએ.
બોમ્બે હાઇકોર્ટમાં દાખલ થઇ ત્રણ અરજી
બોમ્બે હાઇકોર્ટમાં દાખલ આ ત્રીજી અરજી છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાનાં નેતૃત્વ વાળી એક પીઠ પહેલાં જ બે અરજીઓ પર સુનાવણી કરી રહી છે. તેમાં આ અરજી પૂણેમાં રહેનારા ફિલ્મ નિર્માતા નીલેશ નવલખા અને બે અન્ય અને અન્ય રાજ્યનાં આઠ પૂર્વ પોલીસ અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. કોર્ટે અત્યાર સુધીમાં ત્રણેય અરજીઓ પર સંયુક્ત સુનાવણી 8 ઓક્ટોબર પર નિર્ધારિત કરી છે.
NGO 'ઇન પરસ્યૂટ ઓફ જસ્ટિસ' દ્વારા દાખલ નવીનતમ અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, ન્યાયાલય, 'કોર્ટનાં અવમાનનાં અધિનિયમનાં દાયરાને વિસ્તારિત કરે જેનાંથી કોઇ આ મામલે પ્રાથમિકી દાખલ થયા બાદથી ન્યાયનાં પ્રશાસનમાં કોઇ અડચણને તેમાં શામેલ કરી શકાય છે.
આ પણ વાંચો- Exclusive: NCB નાં 55 સવાલોમાં ફસાઇ રિયા ચક્રવર્તી, જુઓ આખી લિસ્ટ
તેમાં આ અનુરોધ કરવામાં આવ્યો છે કે, મીડિયાને ત્યાં સુધી આ મામલે સંબંધિત કોઇ સામગ્રીને પ્રકાશન કે પ્રસારણથી રોકવામાં આવે. જ્યાં સુધી અરજી પર ઉચ્ચ ન્યાયાલય દ્વારા અંતિમ નિર્ણય નથી આવી જતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતની અસામાયિક મૃત્યુ મામલામાં મીડિયા રિપોર્ટિંગ અને ઘટના સાથે જોડાયેલાં મુદ્દા અને ગેર મુદ્દાઓ અંગે મીડિયાનો વ્યવહાર ઘણી હદ સુધી પરેશાન કરનારો છે. તેને મુક્ત પ્રેસ અને ન્યાય પ્રશાસન વચ્ચે એક સ્વીકૃત સંવૈધાનિક સંતુલન ખોજવાની તત્કાલ જરૂરીયાત ઉત્પન્ન થઇ ગઇ છે.
આ પણ વાંચો- ઇન્ડસ્ટ્રી અને ડ્રગ્સ કનેક્શન પર ઉગ્ર થયા જયા બચ્ચન, 'જે થાળીમાં ખાય એમાં કરે છે છેદ'
અરજીમાં તેમપણ કહેવામાં આવ્યું છે કે, 'પ્રેસમાં સુશાંતનાં અંગત ચેટ, આરોપીઓ અને હોસ્પિટલ કર્મીઓનાં નિવેદન પણ પ્રકાશિત થયા છે. જેમાં કહેવામાં આવ્યું ચે કે, આ પ્રકારની રિપોર્ટીથી પક્ષકારોનાં અધિકારોનું અતિક્રમણ કરવામાં આવ્યું છે. અને આ કેસની તપાસ પર પ્રભાવ પાડી શકે છે'