Home /News /entertainment /બોલિવૂડની સૌથી મોટી હિટ ફિલ્મ 'દંગલ'ને શાહરુખની ફિલ્મ 'પઠાણ' એ પછાડી, 11 દિવસમાં આટલા કરોડની કમાણી!
બોલિવૂડની સૌથી મોટી હિટ ફિલ્મ 'દંગલ'ને શાહરુખની ફિલ્મ 'પઠાણ' એ પછાડી, 11 દિવસમાં આટલા કરોડની કમાણી!
'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.
'પઠાણ'ની ગર્જના 11 દિવસ પછી પણ બંધ નથી થઈ. દેશ-વિદેશમાં શાહરૂખ ખાનના ફેન્સ તેની સાથે ડાન્સ કરી રહ્યા છે. આ કારણે હિન્દી સિનેમા અને તેના ફેન્સ ઉત્સાહિત છે, કારણ કે, 'પઠાણ' બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે બોક્સ ઓફિસ પર આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. જાણો 'પઠાણ'નું કુલ કલેક્શન...
નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગત વર્ષ ઘણું ખરાબ રહ્યું હતું. મોટા સ્ટાર અને મોટા બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ, તેથી ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ OTT તરફ વળ્યા હતા, પરંતુ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ આખું વાતાવરણ બદલી નાખ્યું. 'પઠાણ'ની ગર્જનાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી પ્રાણ ફૂંક્યા છે. હવે તેણે હિન્દી ફિલ્મ પ્રેમીઓને કમાણીના મામલે નવો ઈતિહાસ રચીને ઉજવણી કરવાની તક આપી છે.
ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ કલેક્શનના મામલે આમિર ખાનની 'દંગલ'ને પાછળ છોડી દીધી છે. હવે તે સૌથી વધુ કલેક્શન કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, 'પઠાણ'એ 4 ફેબ્રુઆરી, શનિવારે લગભગ 22.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જેનાથી ફિલ્મનું હિન્દી વર્ઝન લગભગ 387 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જો તમિલ અને તેલુગુ વર્ઝનના કલેક્શનને પણ ઉમેરવામાં આવે તો ભારતમાં 'પઠાણ'ની કુલ કમાણી અંદાજે 401.4 કરોડ રૂપિયા થઈ જાય છે. આ રીતે 'પઠાણે' દંગલનો 387 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડ્યો છે.
શાહરૂખની આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોટી બ્લોકબસ્ટર બનીને ઉભરી છે, હવે તે 'KGF 2' અને 'બાહુબલી 2'ના રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે. એવી અપેક્ષા છે કે તે આગામી 5 દિવસમાં 'KGF 2' નો રેકોર્ડ તોડી નાખશે. જો 'પઠાણ'ની સફળતા ચાલુ રહેશે તો 'બાહુબલી 2' (હિન્દી વર્ઝન) 511 કરોડ રૂપિયાના રેકોર્ડને ટક્કર આપશે. આ ફિલ્મે વિદેશોમાં પણ સારી કમાણી કરી છે. યશ રાજ ફિલ્મ્સ અનુસાર, 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી 'પઠાણ'નું કુલ વિશ્વવ્યાપી કલેક્શન 780 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. તેના ગીતો પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે.
57 વર્ષીય શાહરૂખ ખાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મસીહા તરીકે ઉભરી આવ્યો છે, જેણે છેલ્લા બે વર્ષમાં ખરાબ ફિલ્મો અને બહિષ્કાર અભિયાનને કારણે ઘણું સહન કર્યું છે. કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2', રણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્ર' અને અનુપમ ખેરની 'ધ કાશ્મીર ફાઇલ'ને બાદ કરતાં, 2022માં મોટાભાગની બોલિવૂડ ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર