Home /News /entertainment /

સૂર્યવંશી, 83, જર્સી અને આદિપુરુષ સહીતની ફિલ્મો રિલીઝ થવા તૈયાર, આવું છે બોલિવૂડનું રિલીઝ કેલેન્ડર

સૂર્યવંશી, 83, જર્સી અને આદિપુરુષ સહીતની ફિલ્મો રિલીઝ થવા તૈયાર, આવું છે બોલિવૂડનું રિલીઝ કેલેન્ડર

રોહિત શેટ્ટીએ સૂર્યવંશી (Sooryavanshi)ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરી

Bollywoods 2021 22 Film Release Calendar- 10 મહિનાની અંદર અક્ષય કુમારની ચાર ફિલ્મો રિલીઝ થશે, ફિલ્મની રિલીઝ ડેટ માટે પડાપડી

મુંબઈ : કોરોના કાળમાં ફિલ્મ ઉદ્યોગની (Film industry)ગતિ ધીમી પડી ગઈ હતી. ઘણા સમયથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મોટી ફિલ્મ રિલીઝ થઇ ન હતી. ઓગસ્ટમાં અક્ષય કુમારની (Akshay Kumar)બેલબોટમ અને માર્ચમાં રાજકુમાર રાવની હોરર કોમેડી રૂહી જેવી કેટલીક મોટી ફિલ્મો જ સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી. પણ હવે ફિલ્મ ઉદ્યોગ માટે અનુકૂળ માહોલ બની ગયો છે. જેના કારણે ફિલ્મોની કતારો લાગી છે. આમિર ખાનની (Aamir Khan)લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha), અક્ષય કુમારની પૃથ્વીરાજ અને બચ્ચન પાંડે, રણબીર કપૂરની શમશેરા અને રણવીર સિંહની 83 જેવી મોટી ફિલ્મોની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં (Bollywood 2021-22 Release Calendar)આવી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જણાવ્યું હતું કે, 22 ઓક્ટોબરથી રાજ્યના સિનેમા હોલ અને ડ્રામા થિયેટરોને કોરોના વાયરસ રોકવાના નિયમો સહિતની શરતોને આધીન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ જાહેરાતના થોડા જ કલાકોમાં ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ સૂર્યવંશી (Sooryavanshi)ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.

રિલીઝ ડેટ માટે પડાપડી

કોરોનાના કારણે મોડી રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષય કુમાર છે. રોહિત શેટ્ટીની જાહેરાત બાદ બીજા નિર્માતાઓ દ્વારા પણ ફિલ્મોની રિલીઝ ડેટ માટે તૈયારી થઈ છે. પહેલા આમિરના લાલ સિંહ ચઢ્ઢા ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી. જે હવે 2022ના વેલેન્ટાઇન ડે સુધી પરત ઠેલાઈ છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સની 1994ની ફીચર ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર રિમેક છે.

લાલ સિંહ ચઢ્ઢાની ખાલી જગ્યાએ રણવીર સિંહની ક્રિકેટ પરની ફિલ્મ 83 રિલીઝ થશે. ડિસેમ્બરમાં કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં ટીમ ઇન્ડિયાની 1983 વર્લ્ડકપની જીતનો ઇતિહાસ છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી, પણ કોરોનાના કારણે નહોતી થઈ શકી.

આ પણ વાંચો - શિલ્પા શેટ્ટી લઇ શકે છે કોઇ મોટો નિર્ણય? Instagram પોસ્ટ જોઈને પ્રશંસકોના મનમાં ઉઠ્યા સવાલ

આ સિવાય રણવીર સિંહની યશરાજ બેનર હેઠળની જયેશભાઇ જોરદાર આગામી ફેબ્રુઆરી 2022માં રિલીઝ થશે. આ ફિલ્મ દિવ્યાંગ ઠક્કર દ્વારા ડાયરેક્ટ કરાઈ છે.

અક્ષય કુમારની બેક ટુ બેક 4 ફિલ્મો

10 મહિનાની અંદર અક્ષય કુમારની ચાર ફિલ્મો રિલીઝ થશે. અક્ષય કુમારની પૃથ્વીરાજ 21 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે. આ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે. આ ફિલ્મમાં મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર ડેબ્યૂ કરશે.

ત્યારબાદ અક્ષય કુમારની બીજી ફિલ્મ એક્શન-કોમેડી બચ્ચન પાંડે હશે. સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મ 4 માર્ચ, 2022ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અભિનેતા બનવાની ઇચ્છા ધરાવતા ગેંગસ્ટર તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડીઝ, કૃતિ સેનન અને અરશદ વારસી પણ જોવા મળશે.

ત્યારબાદ અક્ષય કુમારની ચોથી ફિલ્મ રક્ષાબંધન છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, સદિયા ખતીબ, સહજમીન કૌર, દીપિકા ખન્ના અને સ્મૃતિ શ્રીકાંત પણ છે

યશરાજ ફિલ્મ્સની ફિલ્મો

પૃથ્વીરાજ અને જયેશભાઈ જોરદાર ઉપરાંત યશરાજ ફિલ્મ્સ વધુ બે ફિલ્મો એટલે કે, શમશેરા અને બંટી ઔર બબલી 2 રિલીઝ કરશે. જેમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન વરુણ વી શર્માએ સંભાળ્યું છે.

આ દરમિયાન રણબીરની શમશેરા 18 માર્ચ, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. કરણ મલ્હોત્રા દિગ્દર્શિત આ ફિલ્મમાં વાણી કપૂર અને સંજય દત્ત પણ છે. બીજી તરફ શાહિદ કપૂરની જર્સી 31 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 2019માં આ જ નામની તેલુગુ ફિલ્મ બની હતી. જર્સી તેની રિમેક છે. આ ફિલ્મ અગાઉ દિવાળી પર રિલીઝ થવાની હતી.

આ ઉપરાંત આયુષમાન ખુરાના અને વાણી કપૂરની ચંડીગઢ કરે આશિકી 10 ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અભિષેક કપૂરની છે. આ ફિલ્મ પહેલા જુલાઈમાં રિલીઝ થવાની હતી.

નોંધનીય છે કે, રવિવારે અભિનેતા ટાઇગર શ્રોફે પણ પોતાની આગામી ફિલ્મ હિરોપંતી 2ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. નડિયાદવાલા નિર્મિત આ ફિલ્મ આગામી 6 મે, 2022ના રોજ થિયેટરના પડદા પર રજૂ કરવામાં આવશે. 2014માં રિલીઝ થયેલી એક્શનરની સિક્વલ હિરોપંતીની સિકવલ અગાઉ 3 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી

આ ઉપરાંત જોન અબ્રાહમની સત્યમેવ જયતે-2 26 નવેમ્બરના રોજ રિલીઝ થશે. જ્યારે 3 ડિસેમ્બરના રોજ તારા સુતરિયા અને અહાન શેટ્ટીની તડપ રિલીઝ થશે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા 25 માર્ચ, પ્રભાસ અને પૂજ હેગડેની રાધે શ્યામ 11 જાન્યુઆરી, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહની મેડેય 29 એપ્રિલ, પ્રભાસ અને સૈફ અલી ખાનની આદિપુરુષ 11 ઓગસ્ટ, રિતિક રોશન અને સૈફ અલી ખાન વિક્રમ વેધાની રિમેકની 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. રામ સેતુ 2022માં દિવાળી પર રિલીઝ થશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ગણપથ આવશે.
First published:

Tags: Aamir khan, Sooryavanshi, અક્ષય કુમાર, બોલીવુડ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन