Home /News /entertainment /

એક વિલેન 2માં હવે આ એક્ટ્રેસની થઇ એન્ટ્રી, આદિત્ય સાથે કરશે રોમાન્સ

એક વિલેન 2માં હવે આ એક્ટ્રેસની થઇ એન્ટ્રી, આદિત્ય સાથે કરશે રોમાન્સ

એક વિલન 2

આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં નજરે પડશે.

    વર્ષ 2014માં આવેલી સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ઘા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ એક વિલન (Ek Villain) દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના હિટ થવા પછી મેકર્સે તેની સિક્વલ બનાવાનો વિચાર કર્યો. અને થોડા દિવસ પહેલા જ મોહિત સૂરી (Mohit Suri) એક વિલેન 2 (Ek Villain 2) બનાવાની જાહેરાત કરી હતી. ફિલ્મના સેકન્ડ પાર્ટમાં જ્યાં સિદ્ધાર્થ અને શ્રદ્ઘાને જેવાનું લોકો વિચારી રહ્યા હતા. ત્યાં જ મેકર્સે આખી સ્ટાર કાસ્ટ જ બદલવાની વાત કહી છે.

    ફિલ્મમાં આ પાર્ટ 2માં જ્હોન અબ્રાહમ (John Abraham) લીડ રોલમાં નજરે પડશે. અને તેમની સાથે હશે આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) પણ મહત્વનો રોલ ભજવશે. સાથે જ જ્હોન સાથે દિશા પટાની અને આદિત્ય રોય કપૂર સાથે તારા સુતારિયા રોમાન્સ કરતા નજરે પડશે. આ ફિલ્મને એકતા કપૂર અને ભૂષણ કુમાર મળીને પ્રોડ્યૂસ કરશે.



    આ ફિલ્મમાં તારા એક સિંગરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ એક સિંગર એક્ટ્રેસ શોધી રહ્યા હતા. અને તારા તેમના માટે એક સારી ચાઇસ છે તેવું મેકર્સનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે તારા એક ટ્રેન સિંગર છે. ત્યારે આ ફિલ્મમાં તે સરળતાથી આ રોલની નિભાવી શકશે. એક વિલન બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. ત્યારે એક વિલન 2 ફિલ્મ 8 જાન્યુઆરી 2021 સુધીમાં થિયેટરમાં રીલિઝ થશે. અને માનવામાં આવે છે કે તે પણ ફરી એક વાર મોહિત સૂરી અને તેની ટીમને બોક્સ ઓફિસ પર સફળતા અપાવશે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Disha patani, John Abraham, Tara Sutaria, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन