ધર્મના નામ પર બોલિવૂડ છોડ્યા બાદ ઝાયરા વસીમે લીધો આ નિર્ણય

બોલિવૂડ એકટ્રેસ ઝાયરા વસીમ

ઝાયરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ 2016માં આમિર ખાન સાથે ફિલ્મ 'દંગલ'થી શરુઆત કરી.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી:  બોલિવૂડ અભિનેત્રી ઝાયરા વસીમે ધર્મના નામ પર અભિનય છોડીને તમામને ચોંકાવી દીધા છે. તેને નક્કી કર્યું છે કે તે હવે ફિલ્મોમાં કામ કરશે નહીં. આ સમયે દરેક બાજુ ચર્ચા થઈ રહી હતી કે નવા અપડેટ તેમની આવનારી ફિલ્મના કોસ્ટાર્સને દુખી કરી શકે છે. એવું જાણવા મળ્યું છે કે ઝાયરા એ નક્કી કર્યું છે કે તે તેમની આગામી ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક' ના પ્રમોશનનો ભાગ બનશે નહીં.

    ઝાયરાએ ફિલ્મના નિર્માતાને પૂછ્યું છે તે તેના પ્રમોશનનો ભાગ બનશે નહીં. જો ઝાયરા તે અભિનય છોડવાનો નિર્ણય લેશે તો 'ધ સ્કાય ઇઝ પિંક' તેની છેલ્લી ફિલ્મ હશે.



    આ ફિલ્મમાં ઝાયરા 'આયેશા ચૌધરી' ની ભૂમિકા ભજવી રહી છે. ઝાયરા ઉપરાંત પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અને તે 11 ઓક્ટોબરે રજૂ થશે.



    ઝાયરાની ફિલ્મી કરિયરની શરુઆત તો તેને 2016માં આમિર ખાન સાથે દંગલ ફિલ્મથી કરી હતી, ત્યારબાદ 2017માં સીક્રેટ સુપરસ્ટારમાં નજર આવી. બન્ને ફિલ્મોમાં તેમનું પર્ફોમન્સ ખૂબ જ સારુ રહ્યું, તેને એક સ્ટાર સ્ટેટસનો દરજ્જો મેળવ્યો હતો, હવે ચાહકોને તેની ત્રીજી ફિલ્મનો ઇંતજાર હતો. પરંતુ તેની ફિલ્મની રિલીઝ પહેલા જ ઝાયરાના ઇન્ડસ્ટ્રીઝ છોડવાના નિર્ણયથી તમામને આઘાત લાગ્યો છે.

    આ પણ વાંચો: ધર્મના નામે બોલિવૂડ છોડવાના ઝાયરાના નિર્ણયની આ સિંગરે કરી ટીકા



    ઝાયરાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા લખ્યું, "આ ક્ષેત્ર મારા માટે ખૂબ પ્રેમ, શાંતિ અને વખાણ લઇને આવ્યું, પરંતુ સાથે જ અજ્ઞાનતાએ રસ્તા પર ધકેલી દીધી હતી, કારણ કે હું ચુપચાપ અને અજાણ્યામાં ર્ઇમાનના રસ્તામાં ચાલી ગઇ હતી, કારણ કે હું મારા ર્ઇમાન વચ્ચે સતત માહોલમાં કામ કરી રહી હતી, મારા ધર્મ સાથેનો મારો સંબંધ જોખમમાં હતો.'
    Published by:Bhoomi Koyani
    First published: