બોલિવૂડની ટોપની અભિનેત્રીઓને પણ ગૂગલ સૌથી ખરાબ અભિનેત્રીઓમાં ગણી રહ્યું છે. આ અમે નથી કહી રહ્યાં પરંતુ તમે પણ જાતે જ આની સાબિતી મેળવી શકો છો. તમે ગૂગલ પર બોલીવૂડની ખરાબ અભિનેત્રીઓ અંગ્રેજીમાં લખશો તો તમે પણ આ પરિણામ જોઇ શકશો.
પ્રિયંકા, પરિણીતી અને કેટરિના છે ખરાબ અભિનેત્રીઓ?
આપણા મગજમાં તો ક્યારેય નહીં આવે પરંતુ ગૂગલ સર્ચ એન્જિનમાં તમે સર્ચ કરશો કે બોલિવૂડની સૌથી ખરાબ અભિનેત્રી કોણ છે? તો તમને જવાબમાં કેટલીક ટોપ હીરોઇનોની તસવીરો સામે આવશે. તેમાં સૌથી ખરાબ અભિનેત્રીઓની સૌથી પહેલી તસવીર સામે આવે છે તે પ્રિયંકા, પરિણીતી અને કેટરિનાની છે. આ તો બધા જાણે છે કે આ ત્રણેવ ટોપની બોલિવૂડ અભિનેત્રીઓ છે. તેમના પછી સોનાક્ષી અને કરીના પણ લાઇનમાં આવે છે.
ગૂગલે સલમાને પણ ખરાબ અભિનેતાની લિસ્ટમાં પહેલો બતાવ્યો
ભાઇજાનની અત્યારે આવનારી ફિલ્મ 'રેસ 3'એ ઓપનીંગ વિકેન્ડ પર 100 કરોડની કમાણી કરી છે પરંતુ ગૂગલને સલમાનને સૌથી ખરાબ એક્ટર બનાવી દીધો છે. ગૂગલ સર્ચ એન્જિનમાં સૌથી ખરાબ બોલિવૂડ એક્ટર સર્ચ કરશો તો તમને સલમાન ખાનનું નામ સર્ચ રિઝલ્ટમાં સૌથી પહેલું બતાવશે. અને તમે જો બેસ્ટ બોલિવૂડ એક્ટર્સને સર્ચ કરશો તો તમને આમિર, શાહરૂખ, નસરુદ્દીન શાહ અને નવાઝુદ્દીન સિદ્દિકીની સાથે સાથે સલમાન ખાનનું નામ પણ બતાવશે.
આવી સ્થિતિમાં સમજી શકાય છે કે ગૂગલ પર બધી જાણકારી સાચી નથી હોતી, કે સાચી નાંખવામાં નથી આવતી કે પછી તેની સાથે કોઇએ છેડછાડ કરી છે. કે પછી તેને ખબર નથી પડતી કે કોણ સારૂં છે અને કોણ ખરાબ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર