શરૂઆતમાં મોંઘા કપડા ખરીદવા માટે કોઈની પણ પાસે પૈસા નથી હોતા. પરંતુ હવે તો અફૉર્ડ કરી શકે છે. તેમ છતાં પણ તે સાદા અંદાજમાં જ નજર આવે છે. હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?
સપના ચૌધરી (Sapna Choudhary) ગ્લેમર ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ બની ચૂકી છે. હરિયાણાના નાના શહેરોમાં સ્ટેજ પરફૉમન્સથી આગળ વધીને બીગ બૉસ અને હવે તો ફિલ્મો સુધી પહોંચી ગયેલી સપના પોતાની સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહી. તમે તેના વીડિયો જોશો તો તે સલવાર સૂટ પહેરીને જ નજર આવશે. હજી પણ તે સાદા કપડા જ કેમ પહેરે છે?
એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના આ સાદા અંદાજનો રાઝ ખોલ્યો. તેનું કહેવું હતું કે સલવાર સૂટ પહેરીને તે પરફૉમન્સ દરમિયાન આરામદાયક અનુભવે છે. સાથે જ બૅકલૅસ પહેરીને પરફૉમન્સ આપનું તેને ઠીક નથી લાગતું કારણ કે તેના શૉ માં પરિવાર પણ શામેલ હોય છે. તેથી તે આરામદાયક કપડા પહેરવા જ પસંદ કરે છે.
ફિલ્મોમાં ઍક્સપેરિમેન્ટ કરી રહી છે સપના
હવે આ તો સંપૂર્ણ પોતાની પસંદ ઉપર નિર્ભર છે કે તમે શું પહેરવું પસંદ કરો છો. એમ પણ તે ફિલ્મોમાં ઍક્સપેરિમેન્ટ કરતી આવી છે. 'નાનૂ કી જાનૂ' વાળા ગીતમાં તે સલવાર સૂટ પહેરીને નજર આવી હતી. ત્યાંજ 'વીરે દી વેડિંગ' માં તેણે ક્રોપ ટૉપ પહેર્યું હતું. સ્ક્રીન પર તે પોતાના લૂક પર ઍક્સપેરિમેન્ટ કરી કહી છે.